અમરેલી,
અમરેલી જિલ્લાની બોર્ડર ઉપર જસદણ તાલુકામાંથી દસ હજાર બોટલ દારૂ એસએમસીના પીઆઇ શ્રી આર કે કરમટાએ પકડી પાડયો હતો.
ડીઆઇજી શ્રી નિર્લિપ્ત રાયના માર્ગદર્શનમાં આટકોટથી પાંચવડા જવાના માર્ગ ઉપર ઓઇલના ટેન્કરમાં દારૂ જતો હોવાની બાતમી ઉપરથી ત્રાટકેલા એસએમસીના પીઆઇ શ્રી આર કે કરમટાની ટીમે ઓઇલના દેખાતા ટેન્કર નં.જીજે19જીઇ4879ને રોકતા ટેન્કરના ડ્રાયવર અને કલીનર ફરાર થઇ ગયા હતા અને ચકાસણી કરાતા ટેન્કરમાંથી 9384 બોટલ ઇંગ્લીશ દારૂ કીમત રૂા. 61,46,760/- તથા ટેન્કર મળી કુલ રૂા. 81,46,760/-નો મુદામાલ કબજે કર્યો હતો અને દારૂ મંગાવનાર, મોકલનાર અને ટેન્કરના માલીક ઉપર ગુનો દાખલ કરાયો છે.