જુનાગઢ,(હિતેશ પારેખ)
જુનાગઢ ગીર પશ્ચિમ વિભાગના તાલાળા રેન્જમાં આવેલ મોરુકાબીડમા સુરવા ગામના પ્રોટેકટેડ ફોરેસ્ટ જમીનમા જાહેર થયેલ જમીનની પેશકદમી કરી વન્યપ્રાણીઓને તેમના નૈસર્ગિક નિવાસ સ્થાનથી વંચિત રાખી ખેેતીપાકનું વાવેતર કરતા હોય.તેવું ધ્યાને આવતા પેશકદમીવાળી નાયબ વનસંરક્ષક ગીર પશ્ર્ચિમ વિભાગ જુનાગઢ તથા મદદનીશ વનસંરક્ષક તાલાળાના માર્ગદર્શન નીચે ડી.વી.વઘાસીયા,આર.એફ.ઓ.તાલાળાએ તાલાળા અને આંકોલવાડી,જામવાળા,રેન્જમાં સ્ટાફ તથા પોલિસની હાજરીમા પંચો રૂબરૂ સવા્રે 9 થી 15:30 સુધીમા ત્રણ જેસીબી મશીન ચલાવી પેશકદમી દુર કરી હતી.જેમા કાચી વંડી ,કાચા પાકા મકાનોનું ડિમોલેશન કરી કુલ 51,900 ચો.મી.પેશકદમીવાળી જમીન શાંતિપુર્ણ રીતે ખુલ્લી તેનો કબ્ઝો વનવિભાગ હસ્તક લેવામા આવેલ હતો.