અમદાવાદ,
ગુજરાતમાં વધુ એક માવઠાની આગાહી છે. 30-31 જાન્યુઆરી બાદ ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે. આગાહીકાર અંબાલાલ પટેલે તેની આગાહી કરી છે. હવામાન નિષ્ણાતે 27 તારીખ સુધી ઠંડી રહેવાની શકયતા વ્યક્ત કરી છે. જ 5 ફેબ્રુઆરી સુધી માવઠાની શક્યતા છે અને ફેબ્રુઆરી બાદ ધીમે ધીમે ઉનાળાની શરૂઆત થશે તેવી ભવિષ્યાવાણી કરી છે. હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કહૃાું કે, ઠંડી લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં 27 જાન્યુઆરી સુધી સવારના ભાગોમાં રહેવાની શક્યતાઓ છે. 28 જાન્યુઆરીથી મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળો આવી શકે છે. 28 જાન્યુઆરીએ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં આવશે. 30 અને 31 જાન્યુઆરી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આવવાની શક્યતાઓ છે. જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પવનના તોફાનો થશે અને કમોસમી વરસાદ, કરા પડવા અને ક્યાંક મેઘ ગર્જના થાય તેવી શક્યતા છે.