છેલ્લા 10 વર્ષથી વોન્ટેડ સપ્લાય કરનારને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો

રાજકોટ,
ગુજરાતના અલગ અલગ ખુણાઓમાં હથિયારો સપ્લાય કરીને તે ફરાર જતાં શખ્સની રાજકોટ પોલીસે મધ્યપ્રદેશથી ધરપકડ કરી છે. આ શખ્સનું નામ પ્રીતમસિંગ નીમસિંગ ભાટીયા છે, વર્ષ 2015માં માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો એક ગુનો નોંધાયો હતો જેમાં આ શખ્સનું હથિયારના સપ્લાયર તરીકે સામે આવ્યું હતું. જો કે છેલ્લા 10 વર્ષથી આ શખ્સ પોલીસ પકડથી દુર હતો. દરમિયાન રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે આ શખ્સ મધ્યપ્રદેશના બડવાણી જિલ્લામાં હાલમાં છે જેના આધારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ મધ્યપ્રદેશ પહોંચી હતી અને આ શખ્સને પકડી પાડવામાં આવ્યો હતો.