માતૃભૂમિનું ઋણ ચૂકવવું એ આપણા સૌની ફરજ છે!
આજરોજ ૨૬ જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન છે. આજે ભારત પ્રજાસત્તાક બન્યું અને સ્વમાનથી જીવવાની તક આપણને પુરી પાડવામાં આવી તે માટે શહીદોના બલિદાનથી લઈને બંધારણના ઘડવૈયા સુધી સૌને સલામ! આપણી સૌ પર માતૃભૂમિનું ઋણ હોય છે જે એક સારા નાગરિક બની અન્યને ઉપયોગી બની રાષ્ટ્રહિતમાં કાર્ય કરી પૂર્ણ કરવાનું આપણું સૌનું કર્તવ્ય છે. વિશ્વ જયારે પ્રવાહી સ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે ત્યારે ભારતવર્ષ એક આશાની જ્યોત છે જે વિશ્વને ઋષીપરંપરા અને આઝાદીની લડાઈથી લઈને ભારતવર્ષનું સ્વપ્ન સાકાર કરવાની ભૂમિકાઓ પ્રદાન કરી શકે છે. ગુલામીની યાતના અને ભાગલાની ચીસો પછી આવેલ આ સુવર્ણ સ્વપ્ન વિખેરાઈના જાય તે આપણી સૌની ફરજ છે માટે રાષ્ટ્રધર્મ સર્વોપરી હોવો જોઈએ જે શીખ આપણા શાસ્ત્રોમાંથી આપણને મળે છે તથા એ લોખંડી મનોબળ ધરાવતા સર્વે વડીલોને પ્રણામ કરી આપણે આપણા ધર્મને નિભાવીએ. ગોચરમાં ધીમે ધીમે આગળ વધતા ગ્રહો નવા પડકારો તરફ આંગળી ચીંધે છે અને કેટલાક ના ગમતા બનાવો પણ આંખ સામે આવે છે ત્યારે એક લાંબી રાત્રી પછીના સૂર્યોદયની રાહ આપણે સૌ જોઈ રહ્યા છીએ જેમાં દરેક નાગરિક પોતાના વિચાર અને કર્મથી આહુતિ આપી શકે છે અને એક શ્રેષ્ઠ ભારતના સંકલ્પ સાથે આપણે આગળ વધવાનું છે.
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨
માતૃભૂમિનું ઋણ ચૂકવવું એ આપણા સૌની ફરજ છે!
![3](https://www.avadhtimes.net/wp-content/uploads/2025/01/3.jpg)