- અમરેલી શહેરમાં રાત્રે માર્કેટયાર્ડમાં આવેલ જાહેર શૌચાલય સામે એક બંધ ગોડાઉનમાં આગ લાગી હતી.નજીકમાં લોકો દ્વારા ફટાકડા ફોડ્યા હતા જેને કારણે આગ લાગી હોવાનું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું હતું.ફટાકડો ફોડતા રોકેટ ઉડીને બંધ પડેલા ગોડાઉનમાં ઘૂસી ગયું હતું જેના કારણે આગ લાગી હતી.ત્યારે સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા ફાયર વિભાગને જાણ કરતા ફાયર ઓફિસર શ્રી ગઢવી પોતાની ટીમ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને જીવના જોખમે આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.
.