અમરેલી ,
અમરેલી જીલ્લામાં પોલિસે દેશી દારૂના 13 સ્થળોએ દરોડાઓ પાડીને 5 મહિલાઓ સહિત 13 શખ્સોને મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.જેમાં મરીન પીપાવાવ પોલિસે શીયાળબેટ જેટી પાસેથી બે મહિલા અને બે શખ્સોને એ.એસ.આઈ.વિશાલભાઈ જાનીએ 60 લીટર દેશી દારૂ રૂા.12,000 તથા રીક્ષા જી.જે.14 વાય.9455 મળી કુલ રૂા.1,12,000 ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.મરીન પીપાવાવ,અમરેલીસીટી,લાઠી,અમરેલી રૂરલ,ખાંભા,જાફરાબાદ મરીન,અમરેલીસીટી,સાવરકુંડલા રૂરલ પોલિસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જયારે જીલ્લામાં એક વાહન ચાલક સહિત 9 શખ્સોને નશો કરી ઢીંગલી થયેલ હાલતમાં પોલિસે ઝડપી લઈ જેલના સળીયા પાછળ ધકેલ્યા હતા.જેમાં મરીન પીપાવાવ,ખાંભા,બાબરા,ડુંગર,અને લીલીયા પોલિસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.