અમરેલી જીલ્લામાં અપમૃત્યુંના બે બનાવો

અમરેલી,

અમરેલી જીલ્લામાં દિનપ્રતિદિન અપમૃત્યુંના બનાવોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહયો છે.ત્યારે જીલ્લામાં વધ્ાુ બે અપમૃત્યુંના બનાવો પોલિસમાં જાહેર થયા હતા.જેમાં ખાંભામાં યુવાનનું વિજશોક લાગતા,અમરેલીમાં વૃધ્ધનું ગળાફાંસો ખાઈ જતા મોત નિપજયું હતું.ખાંભામાં રહેતા ભરતભાઈ ગોવિંદભાઈ કળસરીયા ઉ.વ.38 ને તા.26-1 ના 11:30 થી 13:00 સુધીમાં ખાંભા ગામે નટુભાઈ ધનજીભાઈ વરીયાની વાડીએ વિજશોક લાગતા મોત નિપજયાનું જયંતિભાઈ નાથાભાઈ કળસરીયાએ ખાંભા પોલિસમાં જાહેર કરેલ છે.જયારે બીજા બનાવમાં અમરેલી માણેકપરા શેરીનં.3 માં રહેતા ગુણવંતરાય શંભુભાઈ રાજયગુરૂ ઉ.વ.71 તા.26-1ના પોતે પોતાની મેળે રૂમમાં હુક સાથે પ્લાસ્ટિકની દોરી વડે ગળાફાંસો ખાઈ જતા મોત નિપજયાનું દધીચી ગુણવંતરાય રાજયગુરૂએ અમરેલી સીટી પોલિસ મથકમાં જાહેર કરેલ છે.