જીલ્લા કક્ષાએ સાવરકુંડલામાં પ્રજાસતાક પર્વ ઉજવાયું

 

અમરેલી,
તા.26 જાન્યુઆરી, 2025 (રવિવાર) સાવરકુંડલા સ્થિત વી.જે.પારેખ આંખની હોસ્પિટલ ખાતે અમરેલી જિલ્લાકક્ષાના 76મા પ્રજાસત્તાક પર્વ-દિનની ઉજવણી જિલ્લા કલેકટર શ્રી અજય દહિયાના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. જિલ્લા કલેકટરશ્રીએ ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ પ્રસંગે માર્ચ પાસ્ટ અને પોલીસ પરેડ યોજવામાં આવી હતી. જિલ્લા કલેકટરશ્રીએ પરેડ નિરિક્ષણ કર્યુ હતુ.ભારતનું પ્રાચીન જ્ઞાન વિશ્વને પર્યાવરણીય સંકટમાંથી મુક્તિનો માર્ગ ચીંધી શકે છે. ટેક્નોલોજિકલ યુગમાં વધતાં જતાં સાઇબર અપરાધોને અટકાવવા જનજાગૃત્તિ આવશ્યક હોય આ માટે યુવાનોને આગળ આવવા આહ્વવાન કર્યુ હતુ. સ્વાતંત્ર્ય સેનાની અને બાબરાના વતની શ્રી ઉમંગરાય છાટબારને સુતરની આંટી અને શાલ અર્પણ કરી જિલ્લા કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા પોલીસ વડાએ સન્માન કર્યુ હતુ.76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે સાવરકુંડલાના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા, જિલ્લા કલેકટર શ્રી અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા, જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત, મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વલય વૈદ્ય સહિતના પદાધિકારીશ્રી – અધિકારીશ્રીઓના હસ્તે શિક્ષણ, રમત ગમત, 108 સેવા, પોલીસ, આરોગ્ય સહિત વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓને અને રમતગમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરતા ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા રક્ત દાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતજિલ્લા કક્ષાના 76મા પ્રજાસત્તાક પર્વ ઉજવણી કાર્યક્રમમાં સાવરકુંડલા વિસ્તારના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા, જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત, મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વલય વૈદ્ય, નિવાસી અધિક કલેકટર શ્રી દિલીપસિંહ ગોહિલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી જાડેજા, સાવરકુંડલા – લીલીયા પ્રાંત અધિકારીશ્રી સહિત આરોગ્ય, પંચાયત, ખેતીવાડી, શિક્ષણ, પોલીસ, મહેસૂલ, નગરપાલિકા, વન, 108 સેવા, ફાયર સેવા સહિત વિવિધ કચેરીઓના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ, અગ્રણીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ સહિતના મહાનુભાવો, વિદ્યાર્થીગણ, ખેલાડીઓ તેમજ નગરજનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.