ભાવનગર ડિવિઝનના સીનીયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી માશૂક અહમદે જણાવ્યું હતું કે, 25.01.2025 (શનિવાર) ના રોજ સાવરકુંડલા-ગાધકડા સેક્શનમાં કિમી સં. 63/4-63/6 વચ્ચે લોકો પાયલોટ શ્રી જીતેન્દ્ર પાંચાલ અને સહાયક લોકો પાયલટ શ્રી રામસેવક કુમાર દ્વારા રેલવે ટ્રેક પર 02 શાવક જોવા મળતાં તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવીને માલગાડીને અટકાવી દેવામાં આવી હતી.
26.01.2025 (રવિવાર) ના રોજ, લોકો પાયલોટ શ્રી રાજેશ કુમાર એચ સિંહને વિજપડી-ગાધકડા સેક્શનમાં કિ.મી. 82/0-81/9 ની વચ્ચે રેલ્વે ટ્રેક પર 02 સિંહો જોવા મળતાં તેમણે તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવીને માલગાડીને રોકી હતી.