અમરેલી,
લીલીયા તાલુકામાં સિંહોનો આતંક વધવાની શરૂઆત થઇ ગઇ હોય તેમ લીલીયાના ઇંગોરાળામાં સિંહે ભેંસ ચરાવી રહેલા માલધારી સગીરને વિંખી નાખ્યો હતો.
આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર ઇંગોરાળા ગામ પાસે પવન ચકકી પાસે રવી કમાભાઇ ભુવા ઉ.વ.17 રે. ભેસો ચરાવવા ગયો હતો અને તે સમયે અચાનક સિંહે રવીને પકડી લીધો હતો પણ આ સમયે આ દ્રશ્ય જોઇ અને સાથે રહેલા અન્ય ગોવાળે પડકારો કરતા સિંહ ભાગ્યો હતો અને ઘાયલ ગોવાળને અમરેલી દવાખાને ખસેડાયો હતો.