ચમારડી ગામનાં બળાત્કારનાં ગુનામાં બે ને પાંચ વર્ષની સજા

અમરેલી,
મુળ જુનાગઢ હાલ ચમારડી રહેતી સગીરાને જુનાગઢનાં આરોપી જાફર ઉર્ફે સરફરાજ ઉર્ફે સકુ જાવીદભાઇ પઠાણએ લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી બદઇરાદે તેમજ આરોપી મહમદ યુસુફખાન અલીખાન બેલીમ પોતાના હવાલાવાળી ઇકો ગાડી જીજે 11બીઆર 6577 માં ભોગ બનનારને ભગાડવામાં મદદગારી કરી ફરીયાદીના વાલીપણામાંથી ભગાડી અપહરણ કરી ભોગ બનનાર સગીર વયની હોવાનું જાણવા આરોપી જાફરે ભોગ બનનાર સાથે અવાર નવાર શરીર સબંધ બાંધી તા.7-7-2022 ના બળાત્કાર ગુજાર્યો હતો. ઉપરોક્ત કેસ અમરેલી સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ મમતાબેન ત્રિવેદીની ધારદાર દલીલોને ગ્રાહય રાખી આરોપી જાફર ઉર્ફે સકુ જાવીદભાઇ પઠાણ તેમજ મહમદ યુસુ્ફખાન અલીખાન બેલીમને કોર્ટે આઇપીસી કલમ 363, 366 તથા પોકસો કલમ 17, 18 મુજબના ગુનામાં પાંચ વર્ષની સખત કેદ તથા પ્રત્યેક આરોપીને રૂા.10,000/- નો દંડ અને દંડ ન ભરે તો વધ્ાુ ત્રણ માસની સાદી કેદની સજા ફરમાવી હતી. દંડની રકમમાંથી રૂા.16,000/- ભોગ બનનારને વળતર પેટે ચુકવવાનો કોર્ટે હુકમ કર્યો હતો.