રાજકમલ ચોકમાં જર્જરીત વીજતાર બદલો

અમરેલી,
અમરેલીના સતત ધમધમતા રાજકમલ ચોકમાં જર્જરીત વીજતાર બદલવા માંગણી ઉઠવા પામી છે. ટ્રાફીકથી ભરચક એવા રાજકમલ ચોકમાં અવાર નવાર જર્જરીત વાયરો તુટતા હોય કોઇ મોટી જાનહાની થાય તે પહેલા પીજીવીસીએલ દ્વારા કાર્યવાહીની જરુર હોય વેપારીઓ દ્વારા માંગણી પણ કરાઇ છે.