ગુરુના ઘરની મીન રાશિમાં શુક્ર મહારાજ ઉચ્ચના બને છે
28 જાન્યુઆરીના ભોગ વિલાસ કલા શૃંગારના ગ્રહ શુક્ર મહારાજ મીન રાશિમાં ઉચ્ચ થવા જઈ રહ્યા છે ગુરુના ઘરની મીન રાશિમાં શુક્ર મહારાજ ઉચ્ચના બને છે વૈચારિક રીતે અંતર હોવા છતાં શુક્રને પ્રણયમાં ગુરુના મૂલ્યો ગમે છે માટે જેને દિવ્ય પ્રેમ કહી શકાય તેવી અનુભૂતિ મીનમાં થાય છે અને નિર્મળ પ્રેમ માટે ઉચ્ચના શુક્ર મીનમાં સારું પરિણામ આપે છે ઘણીવાર એવો પ્રેમ પ્લેટોનિક પ્રેમ થઈને રહી જાય છે અને જે મિત્રો ટ્વીન ફ્લેમ જેવા પ્રણયનો અનુભવ કરે છે તેમાં પણ આ અવસ્થા જોવા મળે છે! શુક્ર મીનમાં રાહુ સાથે ગોચર ભ્રમણ કરશે જેથી ઉચ્ચ પદે બિરાજમાન મહિલાઓ ક્યારેક ઇસોલેશનમાં જતી જોવા મળશે અને પોતાના જીવન વિષે અલગ રીતે જ વિચાર કરતી જોવા મળશે વળી શુક્ર રાહુ યુતિ ઉચ્ચ પદે બિરાજમાન મહિલાઓને કોર્ટ કચેરી અને વિદેશ ગમન તરફ લઇ જતા પણ જોવા મળશે આ સમયમાં ઉચ્ચ કોટિના કલાકારો પણ વિદેશ ભ્રમણ કરતા જોવા મળશે વળી આ સમય મનની વાત વ્યક્ત કરવાનો પણ બની રહેશે અને સારા સંગીત ગીત અને અન્ય કલાઓ અને કલાકાર બહાર આવતા જોવા મળશે તો શુક્રને લગતા વ્યવસાયમાં તેજી આવતી જોવા મળશે જોકે અગાઉ અત્રે લખ્યા મુજબ શેરબજારમાં સુસ્તી જોવા મળશે અને થોડો સમય માટે ઘરેણાંની ચમક પણ મધ્યમ રહેતી જોવા મળશે એ પછી તેમાં તેજી આવતી જોવા મળશે ધીમે ધીમે ગ્રહો મીન તરફ આવી રહ્યા છે જે એકસાથે અનેક ઘટનાક્રમનો નિર્દેશ કરે છે અને લોકો લક્સરીએસ લાઈફ તરફ આગળ વધતા જોવા મળશે તથા બહુ મોંઘા અને ઉદાહરણ રૂપ વિવાહ પ્રસંગો અને અન્ય સમારોહ તથા જલસાઓ પણ આ સમયમાં યોજાતા જોવા મળશે.
મેષ (અ,લ,ઈ) : સીધી સરળ વાતથી કાર્ય નહિ બને એ માટે કુટનિતિજ્ઞ રસ્તાઓ અપનાવવા પડે,બુદ્ધિપૂર્વક નિર્ણય લેવા.
વૃષભ (બ,વ,ઉ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,મનની વાત વ્યક્ત કરી શકો. લાગણીના સંબંધોમાં સારું રહે.
મિથુન (ક,છ,ઘ) : તમારા અંતરંગ શોખ માટે સમય કાઢી શકો, જમીન મકાન વાહન સુખ સારું રહે,દિવસ પ્રગતિકારક રહે.
કર્ક (ડ,હ) : ગણતરીપૂર્વકના સાહસ થી લાભ થશે, નવા કાર્યમાં આગળ વધી શકો,રચનાત્મક કામગીરી કરી શકો.
સિંહ (મ,ટ) : બેન્ક વીમા વિગેરે કાર્ય કરીશ શકો, આર્થિક બાબતો માં મધ્યમ રહે,આવકના નવા સ્ત્રોત્ર વિચારી શકો.
કન્યા (પ ,ઠ ,ણ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,નવા વિચારોથી લાભ થાય ,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
તુલા (ર,ત) : દૂર દેશ થી સારા સમાચાર મળે,નવા સંપર્કો સાથે વાત થાય. અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.
વૃશ્ચિક (ન ,ય) : જીવનમાં પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, નવા વિચાર થી મન સારું રહે ,પરિવાર સાથે આનંદ માણી શકો.
ધન (ધ,ભ,ફ,ઢ ):વેપારી વર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગે ઉપરી અધિકારીઓ સાથે મતભેદ નિવારવા સલાહ છે.
મકર (ખ,જ) : ગુરુકૃપા થી કાર્ય સિદ્ધ થાય, ધ્યાન-યોગ-મૌન થી લાભ થાય,આધ્યાત્મિક ચિંતન થાય,શુભ દિન.
કુંભ (ગ ,સ,શ) : બધું મનનું ધાર્યું ના થાય ,મિશ્ર અનુભવ આપતો દિવસ,નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.
મીન (દ,ચ,ઝ,થ): પ્રણયમાર્ગે ચાલનારા માટે મધ્યમ કહી શકાય, વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે,સુંદર દિવસ.