અમરેલી ભાજપ દ્વારા ચાર નગરપાલિકાનાં દાવેદારોને સાંભળવાનું કામ પુર્ણ

અમરેલી,

અમરેલી જિલ્લાની લાઠી, ચલાલા, રાજુલા અને જાફરાબાદ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી માટે ગઇ કાલે રાજુલા, જાફરાબાદ રાત્રે દોઢ વાગ્યા સુધી ચલાલામાં દાવેદારોને ભાજપ દ્વારા સાંભળવામાં આવ્યાં હતાં અને આજે લાઠીમાં શ્રી જનક તળાવીયાનાં કાર્યાલયે દાવેદારોને સાંભળવામાં આવી રહ્યાં છે. તા.29-30 મીએ નામ નક્કી થવાના છે અને 31મીએ નામ જાહેર થશે. ઉમેદવારી પત્ર ભરવા માટે પહેલી ફેબ્રુઆરી અંતિમ દિવસ છે.