અમરેલીનાં પરમ વિદુષી પુજ્ય ગીતાદીદી અખાડાનાં પ્રથમ મહામંડલેશ્વર બન્યાં

અમરેલી,

અમરેલીનાં ગીરનારી આશ્રમવાળા અને ગાંધીનગર બાલવ આશ્રમમાં નાની બાળકીઓનું જતન કરતા પરમ વિદુષી પુજ્ય ડો.ગીતાદીદી શ્રી નિર્મળ અખાડાનાં સૌપ્રથમ મહિલા મહામંડલેશ્ર્વર બન્યા છે. ભારતીય સંત સમિતિનાં અધ્યક્ષ કુબેર પીઠાધીશ્વર જગદગુરૂ અવીચલ દેવાચાર્યજી મહારાજનાં પરમ શિષ્યા ડો.ગીતાદીદી શ્રી પંચાયતી નિર્મળ અખાડાનાં પ્રથમ મહિલા મહામંડલેશ્વર બનતા તેમની અભિનંદનનો વરસાદ થઇ રહ્યો છે.