રાજુલાનાં મહુવા રોડે બે બાઇક વચ્ચે અકસ્માતમાં કોસ્ટગાર્ડ જવાનનું મોત

રાજુલા,

અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા જાફરાબાદ વિસ્તાર માંથી પસાર થતા ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે રાજુલા મહુવા રોડ ઉપર 2 બાઇક સવાર વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવાર ઘઘ-04શ-7726 રાજુલા સરકારી હોસ્પિટલથી ફિટનેસ કરાવી ટીટી કોટન કંપની રોડ નજીક સામેથી ચાલક પુરપાટ સ્પીડ આવી રોંગસાઈડમાં પોહચતા અકાસમત સર્જાયો જેમાં હૈદરાબાદનો રેહવાસી પીપાવાવ કોસ્ટગાર્ડ જવાન અકુલા વામશી ક્રિષ્નાને ગંભીર ઇજાઓ પોહચતા મોત નીપજ્યું છે ઘટનાની જાણ થતાં પીપાવાવ કોસ્ટગાર્ડ અધિકારીઓ હોસ્પિટલમાં પોહચીયા હતા અને પીપાવાવ મરીન પોલીસ ઘટના સ્થળે પોહચી અકસ્માત કેવી રીતે સર્જાયો તેને લઈ તપાસ હાથ ધરી છે મરીન પોલીસ સ્ટેશનમાં અકસ્માતનો ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરી છે.