રાજકોટના કુવાડવા રોડ પોલિસ સ્ટેશન વિસ્તારમાં એસએમસીએ 48 લાખનો મુદામાલ કબ્ઝે કર્યો

અમરેલી,

એસએમસીએ પ્રોહીબીશનનો દરોડો પાડી કુવાડવા રોડ પોલિસ સ્ટેશન વિસ્તારમાંથી આઈએમએફએલના 12598 ટીન જેની કિંમત 47. 84. 630 અને એક વાહન જેની કિંમત 25 લાખ તથા 1870 ની રોકડ મળી કુલ 72.91.500 નો મુદામાલ સાથે ભાવેશ નાથાભાઈ મોરી રહેવાસી દરેડ, તા.જામનગર,ને પકડી પાડેલ છે.આ દરોડામાં અરજણ આલાભાઈ કોળીયાતર રાજપરા તથા બધા જોરાભાઈ શામલા રાજપરા,ભરત ઉર્ફે જીગો સુમાભાઈ કોળીયાતર જામનગર, નાથા બિજલભાઈ મોખાણા સહિત પાંચેયને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.ઓા દરોડામાં એસએમસીના પી.એસ.આઈ.એ.વી.પટેલ અને તેની ટીમે ફરજ બજાવી હતી.