બગસરા,
બગસરા પીજીવીસીએલ દ્વારા નગરપાલિકા પ્રમુખ સામે બાકી વોટર વર્કસ કનેકશનનાં વિજળી બીલ ભરપાઇ ન કરતા બાકી લેણી રકમ 64 લાખ 44 હજાર 985 અને 56 પૈસા ચુકવી ન આપતા બગસરા પીજીવીસીએલે નગરપાલિકા પ્રમુખ ઉપર લેણી રકમ વસુલવાનો દાવો કરેલ તે દાવો પ્રિન્સીપલ સિનિયર સિવીલ જજ શ્રી આર.એલ.જાડેજાએ બગસરા પીજીવીસીએલનો દાવો ખર્ચ સાથે મંજુર કરેલ છે અને સામેવાળા પ્રમુખશ્રી બગસરા નગરપાલિકાના જાત તથા તમામ પ્રકારની મિલ્કતથી કંપનીને વસુલ આપવા અને દાવાની રકમ ઉપર દાવાની તારીખથી 8 ટકા વ્યાજ કંપનીને ચુકવવા અને દાવાનો ખર્ચ સામેવાળાએ ભોગવવો તે મુજબનો હુકમ કરેલ છે.આ કેસમાં પીજીવીસીએલના પેનલ સિનિયર એડવોકેટ શ્રી પી.ડી.દાંતી (ગઢવી) ની ધારદાર દલીલો કોર્ટે ગ્રાહય રાખી હતી.