મેષ (અ,લ,ઈ) : સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક પ્રાપ્ત થાય. સંતુલિત મનથી તમે કરેલા પ્રયત્નોમાં સફળતા પ્રાપ્ત થાય.
વૃષભ (બ,વ,ઉ) : આર્થિક બાબતોમાં સારું રહે,અચાનક લાભ થવાના સંકેત છે. અગાઉ રોકેલા નાણાં કે ફસાયેલા પરત આવવાના સંકેત આવી શકે.
મિથુન (ક,છ,ઘ) : કાર્યસિદ્ધિ આપતો દિવસ,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય. સામાજિક રીતે તમારા અભિપ્રાય નું મૂલ્ય વધે.
કર્ક (ડ,હ) : આજના દિવસે વાદ વિવાદ થી દૂર રહેવું,તમારા કામમાં વિશેષ ધ્યાન દેવું. સ્વભાવ લાગણીશીલ રહે અને તેના કારણે દુ:ખ થાય.
સિંહ (મ,ટ) : આજના દિવસે આકસ્મિત લાભ મિત્રોને મળવાનું બને,મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન.
કન્યા (પ ,ઠ ,ણ ) : વેપારીવર્ગને લાભદાયક દિવસ છે, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક,નોકરિયાતવર્ગને સારું રહે,વિદ્યાર્થીવર્ગ માટે પણ સારું રહે.
તુલા (ર,ત) : આધ્યાત્મિક બાબતોમાં આગળ વધી શકો, ધ્યાન યોગ મૌનથી લાભ થાય,ભાગ્યબળ માં વૃદ્ધિ થાય.
વૃશ્ચિક (ન ,ય ) અગાઉ ની સાપેક્ષમાં ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય,કાર્યને પૂર્ણ કરી શકો , પ્રગતિકારક દિવસ.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સામાજિક ક્ષેત્ર અને જાહેરજીવનમાં સારું રહે,લોક્ચાહનામાં વૃદ્ધિ થાય , આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
મકર (ખ ,જ ) : આજના દિવસે તબિયતની કાળજી લેવી,બહારના ખાન-પાનમાં ધ્યાન રાખવું પડે, હકારાત્મક ફેરફાર કરવા જરૂરી બને.
કુંભ (ગ ,સ,શ ) : પ્રણય માર્ગે આગળ વધી શકો, સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
મીન (દ ,ચ ,ઝ ,થ): દિવસ આરામથી વિતાવી શકો અને નવી જગ્યાએ જઈ શકો, તમામ ભૌતિક સુખ સગવડ આપતો આનંદદાયક દિવસ.
અત્રે લખ્યા દરિયામાં ખલબલી વધી છે
અગાઉ અત્રે લખ્યા મુજબ આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સ અને તેની સ્પર્ધાના પરિણામો આવવાના શરુ થઇ ગયા છે અને ચીને સસ્તું એઆઈ સર્ચ એન્જીન મૂક્યું છે જેની દુનિયાભરમાં અસર થનાર છે અને ઘણી મોનોપોલી પણ તૂટશે તો બીજી તરફ જળતત્વમાં ગ્રહોના જમાવડા સાથે અત્રે લખ્યા મુજબ દરિયા ખલબલી વધી છે અને શ્રીલંકાની નૌસેનાએ ભારતીય માછીમારો પર ફાયરિંગ કર્યું છે જેની ગંભીર નોંધ લેવામાં આવી છે. આગામી દિવસોમાં દરિયામાં અલગ અલગ દેશ પોતાનું શક્તિ પ્રદર્શન કરતા જોવા મળશે અને કેટલાક દેશની શેહમાં ચાંચિયાગીરી પણ સામે આવશે આ ઉપરાંત આતંકીઓ પણ તેની મેલી મુરાદ સાથે બહાર આવતા જોવા તો કેટલાક દેશ તેની આર્મીને વધુને વધુ સતર્ક કરતા જોવા મળશે કેમ કે ધીમે ધીમે ગ્રહો મીન રાશિ તરફ આગળ વધી રહ્યા છે અને માર્ચના અંતમાં ગ્રહણ પણ આવી રહ્યું છે જેની પૂર્વ તૈયારી થઇ રહી હોય તેમ હથિયારોની દોડ પણ ખુબ આગળ વધી રહી છે તો શેરબજાર પણ ગિરાવટ તરફ જઈ શકે છે આ બધા વચ્ચે શુક્ર મહારાજ રાહુ સાથે મહિલાઓને પ્રાધાન્ય આપી રહ્યા છે અને તેમને સુરખીઓમાં લાવી રહ્યા છે જે અગાઉ લખ્યા મુજબ આ સમયમાં કલા અને કલાકારો પણ પોતાના ક્ષેત્રમાં પ્રગતિ કરતા જોવા મળશે શુક્ર અને રાહુ સાથે મળીને અલગ જ પરિણામ આપવા માટે છે જે અગાઉના ભ્રમણ પરથી પણ જોઈ શકાય છે. શુક્ર અને રાહુ જયારે વ્યક્તિગત જન્મકુંડળીમાં જોવા મળે ત્યારે ગતજન્મના સ્ત્રી સંબંધી ણ દર્શાવનાર બને છે.!