રાજુલાના ખારી ગામે ટીસીમાં ડૈયો બાંધવા જતા વૃધ્ધને વીજશોક લાગ્યો

અમરેલી,(ક્રાઈમ રીપોર્ટર)
રાજુલા તાલુકાના ખારી ગામે દેવાતભાઈ વસ્તાભાઈ ભુકણ ઉ.વ.60 પોતાના રહેણાંક મકાનની પાછળ આવેલ ખેતરમાં ઈલેકટ્રીક ટીસીએ બળી ગયેલ ડૈયો વાસથી બાંધવા જતા તેમને અકસ્માતે વીજશોક લાગતા ડાબા પગના સાથળના ભાગે તથા શરીરે ઈજાઓ થતા બેભાન અવસ્થામાં સારવાર માટે દવાખાને ખસેડાયાનું પુત્ર ભરતભાઈ દેવાતભાઈ ભુકણે રાજુલા પોલિસ મથકમાં જાહેર કરેલ છે.