અમરેલી,
અમરેલી જીલ્લામાં પોલિસે જુદા જુદા 4 સ્થળોએ દેશી દારૂના દરોડાઓ પાડીને બે શખ્સોને મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.લીલીયા પોલિસે નાના લીલીયા ચોકડીથી શેઢાવદર જવાના રસ્તે બાઈક જી.જે.18 ડી.એફ.0656 માં દેશી દારૂ 200લીટર રૂા.40,000 ની હેરાફેરી કરતા બાઈક અને દેશી દારૂ મળી કુલ રૂા.75,000 નો મુદામાલ મળી આવેલ.જયારે રેઈડ દરમ્યાન આરોપી મુદામાલ મુકી નાસી છુટયો હતો.જયારે જીલ્લામાં એક વાહન ચાલક સહિત ત્રણ શખ્સો નશો કરી ઢીંગલી થયેલ હાલતમાં પોલિસે ઝડપી લઈ જેલની હવા ખવડાવી સરભરા કરી હતી.જેમાં બાબરા,ખાંભા,નાગેશ્રી પોલિસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.