અમરેલી એરપોર્ટમાં સૂકા ઘાસમાં આગ લાગી : ફાયર ફાઈટર દોડી ગયું

અમરેલી,

અમરેલી શહેરમાં આવેલ ચિતલ રોડ ઉપર એરપોર્ટમાં આગ લાગવાની ઘટના બની હતી જેમાં એરપોર્ટ પર આવેલ રન-વે નજીક ઉગેલા ઘાસમા અચાનક આગ લાગી હતી ત્યારે અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ની ટીમ તુરંત ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા કાબુ મેળવી લીધો હતો.