વડીયા,
અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયા માં આવેલા સુરવો ડેમમાં સાંજે 5:30 આસપાસ એક મૃતદેહ જોવા મળતા સ્થાનિક પોલીસ અને મામલતદારને જાણ કરતા તે ઘટના સ્થળે પહોંચ્યા હતાં અને હોદીની મદદથી આ યુવતી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. આ મૃતદેહ વડિયા ના ભીખાભાઇ હીરાભાઈ મકવાણા ની 22 વર્ષીય દીકરી દયાબેનનો હોય તેની જાણ થતા દલિત સમાજના લોકો પણ ઘટના સ્થળે દોડી આવી આ વડિયા સરકારી હોસ્પિટલ ખાતે લાવી તેનું પીએમ કરવામાં આવ્યુ હતું.