અમરેલી,
સાવરકુંડલા વન્ય રેન્જમાં નિલગાયનાં શિકાર માટે નિકળેલ દાઉદ કાળુભાઇ મોરી, સલીમ સુલતાનભાઇ લાડકરે, સાહીલ જુમાભાઇ લાડકરેનાં કબ્જામાંથી જામનગરી બંદુક પકડી પાડેલ છે.તેઓ નિલગાયનાં શિકારની શોધમાં હોય તે દરમિયાન વન વિભાગનાં નાઇટ પેટ્રોલીંગ દરમિયાન ઝડપી લઇ મુદ્દામાલ અને સાધનો કબ્જે કરી ધોરણસર કાર્યવાહી કરી રિકવરી પેટે દંડ 60 હજાર લઇ જામીન ઉપર મુક્ત કર્યા