અમરેલી,
કામ મંજુર કરાવ્યું, લોકાર્પણ કર્યુ અને જનપ્રતિનિધિ છુટ્ટા તે માનસીકતાને બદલે સાવરકુંડલાનાં ધારાસભ્યશ્રી મહેશ કસવાલાએ નવો ચીલો પાડ્યો છે. તે જે કામ મંજુર કરાવે છે તે કામ પુરૂ ન થાય ત્યાં સુધી દેખરેખ રાખે છે. મંગળવારે સાવરકુંડલા-લીલીયા-લીમડા રોડના કામનું જાત નિરીક્ષણ કરી શ્રી મહેશ કસવાલાએ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપી રોડનું કામ વહેલાસર પૂર્ણ કરવા તાકીદ કરી હતી.