રાજુલા તાલુકાના સહકારી આગેવાન શ્રી જોરુભાઈ કોટીલાનુ નિધન 

રાજુલા તાલુકાના બારપટોળી ગામના કાઠી દરબાર અને રાજુલા તાલુકાના સહકારી આગેવાન  શ્રી જોરુ બાપુ ભીમ બાપુ કોટીલા ઉંમર85 નુ તારીખ 30 મીના રાત્રે 9:00 કલાકે તેમના નિવાસ્થાને દુઃખદ અવસાન થયુ  છે. પીઢ સહકારી આગેવાન અને કાઠી ક્ષત્રિય સમાજના મોભી શ્રી જોરુભાઈ નું નિધન થતાં બાબરીયાવાડ માં ઘેરા શોકની લાગણી ફરી વળી છે સદગતની અંતિમ યાત્રા તારીખ 31 ના સવારે 9:00 વાગે બારપટોળી ગામે રાખવામાં આવેલ છે તે જિલ્લા બેન્ક  ના નિવૃત્ત મેનેજરશ્રી ઉમેશભાઈ કોટીલાના પિતાશ્રી થતા હતા.