રાજુલા,
રાજુલા તાલુકા ના ચાંચ બંદર ગામે માં સરસ્વતી નું વાહન ને આપણા રાષ્ટ્રીય પક્ષી મોર બહોળી સંખ્યા માં વસવાટ કરી રહેલ છે.મોર આ ગામ સાથે ણાનુબંધ હોય તેમ આ ગામ માં શેરીઓ માં ફરવા ફળીયા માં ઝાડ કે મકાન પર નિશ્ર્ચિત વિચરતા રહે છે. ગામના કુતરા કે અન્ય પ્રાણી મોરને રંજાડે નહીં તેવી ગામ લોકો તકેદારી રાખતા રહે છે. પક્ષિ પ્રેમી એવા ગ્રામ્ય આગેવાન માજી સરપંચ કાનજીભાઈ ના તો ઘર ના માં રમતા હોય છે ને ઘરના લોકો તેમના ધર્મપત્નિ કે છોકરાઓ ના હાથ થી માંથી ચણ ચણતા જોવા મળે છે.તેમના જણાવ્યા પ્રમાણે આ ગામે મોર સચવાયા ની ઘટના માં આ ગામનું દરીયા કાંઠા નું ઠંડુ વાતાવરણ ગામ માં મોટા ઝાડો હોવા તેમજ મોટી ઊંચી નાળિયેરી ના વૃક્ષો અને ગામ નો મોર પ્રત્યે નો આદરભાવ ઉપરાત વડલી ગામના દડુબાપુ ધાખડા વર્ષો સુધી મોર ના ચારા માટે જુવાર બાજરો મકાઈ ની ગુણો ભરી ને મોકલતા. એટલે વર્ષો સુધી આ સ્થળે મોટી સંખ્યામાં મોર ટકી રહ્યા છે. મોર રાષ્ટ્રીય પક્ષી ની વસાહત હોય તો તેને ટકાવવા ઘનિષ્ઠ પ્રયાસો સરકારે કરવા રહ્યા.ભૂતકાળ અમરેલી જીલ્લા ના ચલાલા ખાતે એક સ્વૈચ્છીક સંસ્થા દ્વારા ખડમોર અભ્યારણ્ય કાર્યરત હતુ ને જે અંતર્ગત જમીન તથા વૃક્ષો માં મોટા ઝાડો અને મોર રહી શકે તેવા મોટી ઉચાઈ માં થતા ખડ ના બીયારણો રોપી ને મોર અભ્યારણ્ય કાર્યરત હતુ. ચાંચ બંદર ખાતે ગત સમય માં ત્રાટકેલ ભીષણ વાવાઝોડા મોટા વૃક્ષો અને ઊંચી નાળિયેરી પડી ગઈહતી ને હજારો મોર મરણ ના શરણ થયા હતા. પરંતુ ફરી મોર ની મોટી સંખ્યા માં વસાહત ના મોર ની વૃધ્ધી થઈ હતી. ગામ લોકો માં સ્વયં જાગૃતિ ના કારણે મોર ના વસવાટ માં સાનુકુળ વાતાવરણ સર્જાયું હતું. મોર નું અભ્યારણ્ય બનાવવા અને બનાવી ને જાહેર જનતા માટે મુકવા લોક માગણી ઉઠી છે. આ અંગે માજી સરપંચ શ્રી કાનજીભાઈ એ જણાવ્યું હતું કે, ચાંચ બંદર ગામે સરકારી તંત્ર દ્વારા એન. જી.ઓ. મારફત મોર અભ્યારણ્ય બનાવવા અને નવા મોટા વૃક્ષો વાવવા સરકારી તંત્ર દ્વારા આયોજન હાથ ધરવા જણાવ્યું હતું. શશિભાઈ રાજ્યગુરુ કવિ ’હેમાળવી’એ જણાવ્યું હતું કે સનાતન ધર્મ ના પાંચ પૈકી નું પંખી ને ચારો આપવાનું કાર્ય છે. મોર ને રક્ષિત કારવનુ કાર્ય એ સનાતન ધર્મ ની પરંપરા ના મૂલ્યો ના જતન કરવા અર્થે નુંકાર્ય ગણાશે. ધારાસભ્યશ્રી હિરાભાઈ સોલંકી એ જણાવ્યુ હતુ કે મોર નું સંવનન સંવર્ધન અને રક્ષણ કરવા અર્થે અભ્યારણ્ય બનાવવા અર્થે ગુજરાત સરકાર ના વનવિભાગ તેમજ સેન્ટ્રલ માં સર્વે કરાવી ને યોગ્ય ખાત્રી આપી હતી.