બારે મહિના રાજકારણની મૌસમથી છવાયેલા રહેતા દિલ્હીમાં હાલ પાંચમી ફેબ્રુઆરીએ યોજાનારી વિધાનસભાની ચૂંટણીએ વાતાવરણને રસપ્રદ બનાવ્યું છે. આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ દરેક વર્ગના મતદારો પર કલ્યાણકારી યોજનાઓના વચનો વરસાવી રહી છે. ભાજપ, જેણે શાસક છછઁની બે-લગામ લોકપ્રિયતાની રેવડી અથવા મફતની સંસ્કૃતિ તરીકે ટીકા કરી છે, તેણે માત્ર વચન આપ્યું નથી કે દિલ્હીમાં પહેલાથી ચાલી રહેલી યોજનાઓ ચાલુ રહેશે પણ વધુ વચનો પણ આપ્યા છે. છછઁએ મહિલાઓને દર મહિને 2,100 રૂપિયા આપવાનું વચન આપ્યું હતું, પરંતુ ભાજપ અને કોંગ્રેસે તેના બદલે 2,500 રૂપિયાની ઓફર કરી છે.
મુખ્યમંત્રી અને આપ નેતા અરવિંદ કેજરીવાલના ભાષણોમાં મતદારોમાં એવો ડર ઉભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે જો તેઓ ભાજપને મત આપશે તો ગરીબોને મફત વીજળી અને પાણી મળશે નહિ. હેલ્થકેર અને એજ્યુકેશન બંધ રહેશે. પરંતુ તેમણે જાહેરમાં એ પણ સ્વીકાર્યું છે કે યમુના નદીની સફાઈ, યુરોપીયન ધોરણો મુજબના દિલ્હીના રસ્તાઓ સહિતના ઘણા મુદ્દે કામ થયું નથી. જો ફરી તેઓ ચૂંટાશે તો તેઓ આ બંને મુદ્દાની સાથે બેરોજગારી દૂર કરવા વધુ ઝડપી કદમ ઉઠાવશે. ભાજપનું અભિયાન એ વચન પર કેન્દ્રિત હતું કે જો તે રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ પર શાસન કરવા માટે ચૂંટાશે તો તે ડબલ એન્જિન સરકાર બનાવશે. તે ભ્રષ્ટાચાર મુક્ત હોવાના છછઁના દાવાને નકારી કાઢવા માટે પણ સખત પ્રયાસ કરી રહી છે. દારૂના લાયસન્સની ફાળવણીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો અને કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાન પર જનતાના નાણાંનો વધુ પડતો ખર્ચ એ ભાજપની ચર્ચાના મુદ્દા છે.કોંગ્રેસનો મુખ્ય મુદ્દો, જેના માટે તેના વર્તમાન અને ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓએ અન્ય રાજ્યોમાંથી પ્રચાર કર્યો છે, તે એ છે કે કોંગ્રેસની સરકારો કલ્યાણકારી યોજનાઓ લાગુ કરવામાં વધુ કાર્યક્ષમ અને ઝડપી રહી છે. પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના નેતૃત્વમાં દિલ્હીમાં થયેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને હાઈલાઈટ કરીને કોંગ્રેસ ભૂતકાળને યાદ કરવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસ પાર્ટીને લાગે છે કે દિવંગત નેતા હજુ પણ દિલ્હીના મતદારોમાં ગમગીની જગાવે છે. પાર્ટીએ જાતિ ગણતરીની માંગ પર કેજરીવાલના મૌનની ટીકા કરી છે. ભાજપ યોગી આદિત્યનાથને મેદાનમાં ઉતારી રહ્યું છે. કારણ કે તેમની અપીલ યુપી અને બિહારના સ્થળાંતરિત મતદારોને અપીલ કરી શકે છે, જેઓ હવે દિલ્હીમાં સૌથી ઝડપથી વિકસતા મતદારો છે. હાલમાં જ્યારે મહાકુંભ ચાલી રહ્યો છે, ત્યારે સંગમ સ્થળે મંત્રીમંડળ સહિત ડુબકી લગાવનારા યોગી આદિત્યનાથે આપ સરકારના યમુના નદીના સફાઈ અભિયાનના વાયદા પર આકરો પ્રહાર કરતાં પડકાર ફેંક્યો હતો કે, શું દિલ્હીની સરકાર યમુનાના પાણીમાં ડુબકી લગાવી શકે તેમ છે ખરી ? આવા તો આમ આદમી પાર્ટીના ઘણા એવા વાયદા છે કે, જેના પર હજુ કામ શરુ પણ થઈ શક્યું નથી. વધુમાં બહુ ગાજેલા લિકર કૌભાંડના ડાઘ પણ દિલ્હીના સત્તાધારી પક્ષ પર લાગેલા છે, જેના પર પણ જનતાની નજર છે.
પોતાના જ વાયદાઓની સાથે સાથે વિવિધ કેસોને કારણે સપડાયેલી આમ આદમી પાર્ટી સતત ત્રીજી વખત સત્તા મેળવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. વીજળીના બિલની સાથે સાથે સરકારી શાળાઓની હાલતમાં સુધારા માટે કરેલી કામગીરીને કારણે આજે પણ દિલ્હીમાં ગરીબ અને મધ્યમવર્ગમાં હજુ પણ કેજરીવાલની પકડ મજબુત છે. મહિલાઓ માટેની મફત બસસેવા તેમજ મહોલ્લા ક્લીનીક જેવી યોજનાઓનો સીધો લાભ મેળવનારી મહિલાઓમાં હજુ પણ આમ આદમી પાર્ટી તરફનો ભરોસો ટકી રહેવા પામ્યો છે. ખાસ કરીને કેજરીવાલે જે પ્રકારે વિવિધ યોજનાઓ તરફથી શ્રમજીવી અને ગરીબ વર્ગને પોતાની તરફ આકર્ષ્યો હતો, તે હજુ પણ સત્તાધારી પક્ષની સાથે જ દેખાઈ રહ્યો છે.દિલ્હીની ચૂંટણીમાં આ વખતનો ત્રિપાખીયો જંગ ઘણા-બધાના સમીકરણોને ઊંધા વાળી શકે છે. આમ તો મુખ્ય લડાઈ તો આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે જ જોવા મળી રહી છે. જોકે કોગ્રેસની હાજરીના કારણે બંને મુખ્ય પક્ષોની ચિંતામાં વધારો થયો છે કારણ કે તેઓ કોના વોટ તોડશે તે હજુુ કળી શકાયુ નથી. આ જ કારણે આપ અને ભાજપ બંને કોગ્રેસને એકબીજાના પક્ષની બી-ટીમ તરીકે ઓળખાવી રહી છે. દિલ્હીમાં નવેસરથી પોતાની ઓળખ બનાવવા માટે મથામણ કરી રહેલી કોંગ્રેસને એ વાતની ખબર છે કે, જો થોડી-ઘણી સીટો પણ મળી જશે તો તે દિલ્હીની નવી સરકારની રચનામાં મહત્વનો ભાગ ભજવી શકે તેમ છે. આ ઉપરાંત કોંગ્રેસની હાજરીને કારણે દિલ્હીની મોટાભાગની સીટો પર જીત અને હાર વચ્ચેનું અંતર ઘટશે તેમ લાગી રહ્યું છે. આ કારણે જ દિલ્હીની ચૂટણી આપ અને ભાજપ માટે રહસ્ય અને ઉત્કઠાનો વિષય બની રહી છે.ભાજપે 27 વર્ષ બાદ રાજધાની દિલ્હીમાં સત્તા હાંસલ કરવા માટે વડાપ્રધાન મોદી સહિત તમામ સ્ટાર પ્રચારકોને કામે લગાડી દીધા છે. રસપ્રદ બાબત એ રહી છે કે 1998 થી લઈને અત્યાર સુધી ભાજપ દિલ્હીમા સતત છ ચૂંટણીમાં સત્તા સુધી પહોંચી શક્યો નથી. જોકે તેમનો વોટ શેયર 30 ટકાની આસપાસનો રહેવા પામ્યો છે, જે બાબત તેમના માટે ઉત્સાહજનક છે. જોકે, મુખ્યમંત્રીના ચહેરા તરીકે કોણ ? એ યક્ષ પ્રશ્ન આજે પણ ભાજપ અને કોંગ્રેસની સામે તકાયેલા તીરની જેમ ઉભો જ છે. આ એ જ પ્રશ્ન છે, જેના સહારે લોકસભાની ચૂંટણીમાં ભાજપ તેના તમામ હરિફોની બોલતી બંધ કરી દે છે, પણ દિલ્હીની ચૂંટણીમાં પરિસ્થિતિ જુદી છે. સત્તાધારી આપ પાસે જે ચહેરા છે, તેની બરોબરીનો કોઈ નેતા તેમના બંને હરિફોની પાસે નથી. આમ પણ ભારતીય રાજનીતિમાં હવે ઘણી વ્યાખ્યાઓને સમયે બદલી નાંખી છે અને તેમાંની એક બાબત એ છે કે, ચૂંટણીમાં મુદ્દા કરતાં ચહેરા વધુ હાવી રહેતા જોવા મળે છે. હવે 8મી ફેબ્રુઆરીએ જ્યારે 8મી ફેબ્રુઆરીએ ઈવીએમ કોના માથે વિજય કશળનો અભિષેક કરશે તેની ઈંતેજારી આખા દેશમાં જોવા મળી રહી છે.