જીથુડીના આશાસ્પદ યુવકનું રાંઢીયા પાસે કાર અથડાતા મોત

અમરેલી,

અમરેલી ના રાંઢિયા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં આશાસ્પદ યુવકનું મૃત્યુ થયું હતું.યુવકના પિતાજી પ્રયાગરાજ ખાતે ગયા હતા અને ઘટનાની જાણ થતાં ત્યાંથી દોડી આવ્યા હતા. ફોરવ્હીલ અથડાતા હેમરેજ થવાને કારણે મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ હતું. મોડી રાત્રે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.પ્રાપ્ત થયેલ વધુ વિગતો અનુસાર અમરેલીના જીથુડી ગામમાં રહેતા વનરાજભાઈ રામભાઈ આલ પોતાની ફોરવીલ ચલાવીને જતા હતા ત્યારે રાંઢિયા ગામ પાસે પહોંચતા અચાનક ગાડીનીઅગમ્યકારણોસર ત્યાં આવેલ વાડ સાથે ધડાકાભેર અથડામણ થઈ હતી ત્યારે ઘટના સ્થળ ઉપર વનરાજભાઈ દ્વારા પોતાના પરિવારજનોને મદદ માટે બોલાવ્યા હતા અને તાત્કાલિક સારવાર માટે અમરેલી દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાં ચાલુ રસ્તા દરમ્યાન યુવકએ દમ તોડી દીધું હતું. માથામાં ઈજા પહોંચવાના કારણે મૃત્યુ થયું હોવાનું તબિબોએ જાહેર કર્યું હતું.આ સમાચાર વાયુવેગે પ્રસરી જતા યુવકના પરિવારજનો તથા મિત્રો અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં ગયેલા યુવકના પિતા રામભાઈ ને ટેલીફોનિક જાણ કરવામાં આવી હતી ત્યારે રામભાઈ ઉપર આભ ફાટી પડ્યું હતું. યુવકના પિતા તાત્કાલિક અમરેલી દોડી આવ્યા હતા. પોલીસ દ્વારા પણ આ બનાવ અંગે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.