અમરેલી,
સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ ગુજરાત પ્રદેશ ના પ્રમુખ શ્રી વિક્રમભાઈ ચૌહાણની સુચના અનુસાર સમગ્ર ગુજરાત રાજ્ય માં જીલ્લા તાલુકા વાઈઝ આવેદન પત્ર આપવામાં આવી રહ્યા છે સંત શિરોમણી ગુરુ રવિદાસ જન્મ જયંતી ની રજા ને જાહેર રજા તરીકે જાહેર કરવા માટે આજરોજ જિલ્લા સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ દ્વારા ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ ભાણજીભાઈ બગડા ગુરૂજી ના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં ના કાર્ય માં જીલ્લા પ્રમુખ જીજ્ઞેશ દાફડા ની આગેવાની માં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ તકે જીલ્લા મહામંત્રી ચેતનભાઈ દાફડા,શહેર પ્રમુખ લક્ષ્મણભાઈ બગડા, કિશોરભાઈ પ્રવિણભાઇ સોલંકી સહિતના તમામ આગેવાનો અને કાર્યકરો ની હાજરી માં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ તકે ભાણજી ભાઈ બગડા દ્વારા જણાવાયું હતું કે સંત રોહીદાસજી ની જન્મ જયંતી ની મરજીયાત રજા ને ફરજિયાત જાહેર રજા જાહેર કરવામાં આવે તે માટે અમરેલી જિલ્લા કલેકટર મારફત મુખ્યમંત્રીશ્રી ને સંબોધીન આવેદનપત્ર પાઠવ્યું ત્યારે જીલ્લા પ્રમુખ જીજ્ઞેશ દાફડા જણાવ્યું હતું કે અમરેલી જિલ્લા ના તમામ તાલુકા મથકે આવેદનપત્ર આપવામાં આવશે અને જાહેર રજા મંજુર થાય તેવી અમારી નમ્ર વિનંતી સાથે આવેદનપત્ર માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમ જીલ્લા મહામંત્રી ચેતનભાઈ દાફડા ની યાદી માં જણાવ્યું.