બાબરાનાં નાની કુંડળ નજીક વાહન અકસ્માતે ત્રણને ઇજા

અમરેલી,
બાબરાનાં નાની કુંડળ, મોટી કુંડળ રોડ પર બે વાહનો સામસામા અથડાતા ત્રણને ઇજાઓ થઇ છે. આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર બાબરા તાલુકાના નાની કુંડળ ગામના તથા મોટી કુંડળ રોડ પર અલ્ટો 800 અને યુટીલીટી બોલેરો પીકપ વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિ ઘાયલ થયા હતાં. નાની કુંડળ થી મોટી કુંડળ જવાનો રસ્તો અઢી કિલો મીટર સાવ ખરાબ હોય અકસ્માતો બનતા રહે છે તેની સંભાળ કોઈ લેતું નથી. તેમ દિલીપ ભાલીયાએ જણાવ્યું