કર્ણાટકમાં કોંગ્રેસની સુખી સરકાર છે પરંતુહાઇકમાન્ડ એને ડહોળ્યા વગર નહિ રહે

કર્ણાટક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનની શક્યતા છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ સંકેત આપ્યો છે કે તેઓ તેમના પદ પરથી હટી શકે છે, જેનાથી ડીકે શિવકુમારને તક મળી શકે છે. કોંગ્રેસ શાસિત અન્ય રાજ્યોમાં આ પહેલા પણ આવી ફોર્મ્યુલા અજમાવવામાં આવી છે, પરંતુ તે સફળ થઈ નથી. વિચાર ઘણા વર્ષો પહેલા નો છે. મુખ્યમંત્રી નક્કી કરવા માટે જ્યારે પણ રોટેશનલ સીએમનો વિચાર રજૂ થયો છે ત્યારે છેવટે મતભેદો સર્જાયા છે. દેશના અનેક રાજ્યોમાં રોટેશનલ સીએમની ફોર્મ્યુલા દાખલ કરવામાં આવી છે પરંતુ પછીથી એનો અમલ થઈ શકતો નથી ગરબડ અને વિવાદોમાંથી પસાર થઈ રહેલી કર્ણાટક કોંગ્રેસમાં મુખ્યમંત્રી તાજેતરના નિવેદન બાદ પડદા પાછળની ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ હમણાં પ્રથમ વખત સંકેત આપ્યો હતો કે આ વર્ષે રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન થઈ શકે છે. અત્યાર સુધી આવા સવાલો પર તેઓ દાવો કરતા હતા કે તેમની સરકાર પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરશે.
આ વાતની ક્યારેય ઔપચારિક પુષ્ટિ આવી ન હતી, પરંતુ 2023માં વર્તમાન કોંગ્રેસ સરકાર બન્યા બાદ રોટેશનલ ચીફ મિનિસ્ટરની સિસ્ટમ પર સહમતિ હોવાનું કહેવાય છે. આ અંતર્ગત સિદ્ધારમૈયા 30 મહિના સુધી મુખ્યમંત્રી રહેશે અને ત્યારબાદ ડીકે શિવકુમાર આગામી 30 મહિના સુધી તે પદ સંભાળશે. સિદ્ધારમૈયા આ વર્ષના અંત સુધીમાં સીએમ પદના 30 મહિના પૂરા કરશે, નેતૃત્વ પરિવર્તન અંગે ગણગણાટ થવો સ્વાભાવિક છે. અન્ય ઘણા કોંગ્રેસ શાસિત રાજ્યોમાં પણ આવી ફોર્મ્યુલાની ચર્ચા થઈ છે. પરંતુ તેનો અમલ હંમેશા મુશ્કેલ રહ્યો છે. આનું સારું ઉદાહરણ છત્તીસગઢ છે. ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હારનું એક કારણ ટી.એસ.સિંહદેવની નારાજગી પણ માનવામાં આવે છે જેમને વચન આપવા છતાં સીએમ પદ મળ્યું. કર્ણાટકમાં પણ વર્તમાન મુખ્યમંત્રીનું અત્યાર સુધીનું વલણ આ કહેવાતી ફોર્મ્યુલાને અમલમાં મૂકવું મુશ્કેલ સાબિત થશે તેવો સંકેત આપી રહ્યો હતો.
પરંતુ કથિત મુડ્ડા કૌભાંડને કારણે પાર્ટીની અંદર અને બહારથી વધારાના દબાણની ભૂમિકા હોય કે બીજું કંઈક, સિદ્ધારમૈયાએ નેતૃત્વ પરિવર્તનનો નિર્ણય હાઈકમાન્ડ પર છોડી દીધો છે. જો સ્થિતિ આ આગળ વધે છે, તો પાર્ટીને દક્ષિણના મહત્વના રાજ્યમાં યુવા નેતૃત્વને પ્રોત્સાહન આપવાની તક મળશે. ચૂંટણી હજુ મોડી હોવાથી નવા નેતૃત્વ પાસે પણ પોતાને સાબિત કરવા માટે પૂરતો સમય મળશે. તેનું આખરી પરિણામ શું આવશે તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ રાજ્યમાં મુખ્યમંત્રી પદના સપના જોતા અનેક નેતાઓના સમર્થકોએ પૂજા-અર્ચના કરી દીધી હોવાના અહેવાલ ચોક્કસ મળી રહ્યા છે. તે જોવાનું રહે છે કે શું આ વિકાસ સૌથી મોટા વિરોધ પક્ષની અંદર હાઈકમાન્ડને મજબૂત બનાવે છે અને શિસ્તની ભાવનામાં વધારો કરે છે અથવા રાજ્યમાં આંતરિક જૂથવાદને તીવ્ર બનાવે છે.
કર્ણાટક હાઈકોર્ટે મૈસુર શહેરી વિકાસ સત્તામંડળ જમીન ફાળવણી કેસ સેન્ટ્રલ બ્યુરો ઇન્વેસ્ટિગેશન જેવી સ્વતંત્ર એજન્સીને સોંપવો જોઈએ કે કેમ તે અંગેનો ચુકાદો અનામત રાખ્યો છે. આ કેસમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, તેમની પત્ની પાર્વતી, તેમના સાળા મલ્લિકાર્જુન સ્વામી અને અન્ય લોકો સામેલ છે. અરજદારોએ કોર્ટને આ કેસ સીબીઆઈ અથવા અન્ય કોઈ સ્વતંત્ર એજન્સીને સોંપવાની માંગ કરી હતી. પોલીસે આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધીને પૂછપરછ માટે બોલાવ્યા છે. જોકે, અરજદારોનું કહેવું છે કે રાજ્ય લોકાયુક્ત પોલીસ વિભાગ મુખ્યમંત્રી સામે નિષ્પક્ષ તપાસ કરી શકતો નથી. હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ એમ નાગપ્રસન્નાએ જણાવ્યું હતું કે, આ કેસમાં અરજી આ કોર્ટમાં ફોજદારી કાર્યવાહી સંહિતા એક્ટ ની કલમ 226 અને 482 હેઠળ દાખલ કરવામાં આવી હતી, જેમાં માંગ આવી હતી કે કેસની તપાસ સીબીઆઈ જેવી સ્વતંત્ર એજન્સી દ્વારા કરવામાં આવે અથવા પછી કોઈ અન્ય એજન્સી દ્વારા કરવામાં આવે. વિકલ્પ અપનાવવો જોઈએ.
ન્યાયાધીશ નાગપ્રસન્નાએ તેમની કોર્ટ દ્વારા સમયાંતરે આપવામાં આવેલા આદેશોનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે સેશન્સ કોર્ટનો આદેશ 28 જાન્યુઆરી, 2025 સુધી મુલતવી રાખવામાં આવ્યો છે. સંબંધિત કોર્ટે જે રિપોર્ટ લોકાયુક્તને સુપરત કરવાનો આદેશ આપ્યો હતો તે 28 જાન્યુઆરી પહેલા સુપરત થવો જોઈતો હતો. તેમણે વધુમાં કહ્યું કે, કેસની લાંબી સુનાવણીને ધ્યાનમાં રાખીને, મેં યોગ્ય માન્યું કે તેને નિર્ણયની જાહેરાત સુધી મુલતવી રાખવામાં આવે. નિર્ણય અનામત રાખવામાં આવ્યો છે. મુદા નું કાર્ય મૈસુરમાં શહેરી વિકાસને આપવાનું, માળખાગત સુવિધાઓ વિકસાવવાનું અને લોકોને પોષણક્ષમ ભાવે આવાસ પૂરું પાડવાનું છે. 2009 માં, સ્ેંઘછ એ શહેરી વિકાસને કારણે જમીન ગુમાવનારા લોકો માટે 50 જેમ 50 યોજના રજૂ કરી હતી. આ યોજના હેઠળ, જે લોકોની જમીન સંપાદિત કરવામાં આવશે તેમને સ્ેંઘછ દ્વારા વિકસિત જમીનના 50 ટકા પ્લોટ ફાળવવામાં આવશે. વર્ષ 2020 માં, તત્કાલીન ભાજપ સરકારે આ યોજના બંધ કરી દીધી હતી. પરંતુ યોજના બંધ થયા પછી પણ, સ્ેંઘછ એ 50:50 યોજના ચાલુ રાખી અને તેના હેઠળ જમીન સંપાદન અને ફાળવણી ચાલુ રાખી મુખ્યમંત્રીના પત્નીનો 50:50 યોજના સાથે શું સંબંધ છે? એવો આરોપ છે કે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની પત્ની પાસે કેસરે ગામમાં 3 એકર અને 16 ગુંટાની જમીન હતી, જે તેમના ભાઈ મલ્લિકાર્જુન દ્વારા પાર્વતીને ભેટમાં આપવામાં આવી હતી. પાર્વતીની જમીન મુડા દ્વારા વર્ષ 2021 માં સંપાદિત કરવામાં આવી હતી. બદલામાં, પાર્વતીને એક મોંઘા વિસ્તારમાં 14 જગ્યાઓ ફાળવવામાં આવી. એવો આરોપ છે કે સ્ેંઘછ એ આ જમીન સંપાદન કર્યા દેવનુર ૈૈંૈંં તબક્કાની યોજના વિકસાવી હતી.
મુખ્યમંત્રીના પત્ની પાર્વતીએ વળતર માટે અરજી કરી હતી, જેના આધારે મુદા એ વિજયનગર 3 અને 4 તબક્કામાં 14 સ્થળો ફાળવ્યા હતા. રાજ્ય સરકારની 50:50 રેશિયો યોજના હેઠળ કુલ 38,284 ચોરસ ફૂટ જમીન ફાળવવામાં આવી હતી. મુખ્યમંત્રીની પત્નીના નામે ફાળવવામાં આવેલી 14 જગ્યાઓમાં કૌભાંડના લગાવવામાં આવી રહ્યા છે. વિપક્ષનું કહેવું છે કે મુદા દ્વારા પાર્વતીને આ જગ્યાઓ ફાળવવામાં અનિયમિતતાઓ થઈ છે.