વડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો

અમરેલી,
અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.એ.એમ.પટેલની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ વડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમી રાહે હકીકત મળેલ કે, સુરેશ રાણકુભાઈ નાટા રહે.માવજીંજવા તા.બગસરા વાળો પોતાના હવાલાની ફોર વ્હીલ કાર રજી. નંબર જી.જે.05. આર.એ. 8650 માં ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો ભરી ખાખરીયા રેલ્વે સ્ટેશન તરફથી માવજીંજવા ગામ તરફ જાય છે, જે બાતમી આધારે વોચમાં હોય તે દરમિયાન હકિકત વાળી કાર આવતા જેને રોકવા પ્રયાસ કરતા કાર ચાલક પોતાની કાર લઇ ફરાર થઇ ગયેલ હોય જેનો પીછો કરતા આરોપી સીમ વિસ્તારમાં પોતાની કાર મુકી નાશી ગયેલ, જે કારમાં જોતા ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલોનો મોટો જથ્થો મળી આવેલ, જે પકડાયેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો તથા વાહન સહિતનો મુદ્દામાલ વડીયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે. આ બનાવમાં સુરેશભાઈ રાણકુભાઈ નાટા, રહે. માવજીંજવા, રહે.બગસરા, તા.જિ.અમરેલીને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.ભારતીય બનાવટની વિદેશી દારૂની રોયલ ચેલેન્જ ફાઇનેસ્ટ પ્રિમીયમ વ્હીસ્કીની 750 એમ.એલ.ની બોટલો નંગ 384 (પેટી નંગ 32) કિ.રૂ.2,63,424/- તથા ભારતીય બનાવટની વિદેશી દારૂની રોયલ સ્ટેગ સુપરીયર વ્હીસ્કીની 750 એમ.એલ.ની બોટલ નંગ – 36 (પેટી નંગ – 3) કિ.રૂ.24,228/- કુલ બોટલ નંગ – 420 (પેટી નંગ -35) જેની કુલકિ.રૂ.2,87,252/- તથા એક મહિન્દ્રા કંપનીની ઠેંફ 500 કાર.રજી.નંબર.જી.જે.05.આર.એ.8650 કિ.રૂ.6,50,000/- મળી કુલ કિ.રૂ. 9,37,652/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી.પોલીસ ઇન્સ.એ.એમ.પટેલ તથા એ.એસ.આઈ.અજયભાઈ સોલંકી તથા હેડ કોન્સ.મહેશભાઈ મુંઘવા, તુષારભાઈ પાંચાણી,તથા પો કોન્સ. ઉદયભાઈ મેણીયા,હરેશભાઈ કુંવારદાસ દ્વારા કરવામાં આવેલ છે.