અમરેલી,
પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનનાં ઘરફોડ ચોરીનાં ગુનામાં આરોપીને અમરેલી એલસીબીએ ઝડપી લીધ્ોલ છે. ભારતકુમાર પ્રવિણચંદ્ર પંડયા, ઉ.વ.53, રહે.રામપરા-2, પીપાવાવ પોર્ટ કોલોની બ્લોક નંબર એલ-4, તા.રાજુલા, જિ.અમરેલી વાળા ગઇ તા.17/01/2025 નાં રોજ પોતે પોતાનું રહેણાંક મકાન બંધ કરી બહાર ગામ ગયેલ હોય, તે દરમિયાન રાત્રીના અજાણ્યા ચોર ઇસમોએ રહેણાંક મકાનમાં ગે.કા. પ્રવેશ કરી, રૂમનું તાળુ તોડી, કબાટમાં રાખેલ રોકડા રૂ.2,50,000/- તથા સોના ચાંદીના દાગીના કુલ કિ.રૂ.3,00,000/- મળી કુલ કિ.રૂ.5,50,000/- ની ચોરી કરી લઇ જઇ ગુનો કરેલ હોય, જે અંગે ભારતકુમારએ અજાણ્યા આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ આપતા પીપાવાવ મરીન પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.11193050240070/2024 ઈ.પી.કો. કલમ 454, 457, 380 મુજબનો ગુન્હો રજી. થયેલ. અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.એ.એમ.પટેલ તથા એલ.બી.ટીમ દ્વારા ઉપરોકત ઘરફોડ ચોરીઓની વિજીટ કરી, તેમજ બનાવની.જગ્યાએનું.એફ.એસ.એલ.ના એચ.એ. વ્યાસ દ્રારા તપાસણી કરવામાં આવેલ. જે તપાસ દરમ્યાન ખઁમ્ ખજીન્ પુરાવા મળી આવતા, જે પુરાવા આધારે આરોપીની સઘન તપાસ દરમ્યાન બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે એલ.સી.બી. ટીમ દ્વારા ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ આરોપી મહેશ ઉર્ફે નાનકો જોહરીયાભાઈ બધેલ (વાસલકા), ઉ.વ.22, રહે.બડી કદવાલ, સ્કુલ ફળીયુ, થાના-બોરી, તા.જોબટ, જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ)ને પકડી પાડી, સઘન પુછ પરછ દરમ્યાન પોતે તથા પોતાના સાગરીતો સાથે મળી ઉપરોકત ઘરફોડ ચોરી કરેલ હોવાની તેમજ બે ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ હોવાની કબુલાત આપતા, ઉપરોકત ઘરફોડ ચોરીનો ગુનો ડીટેકટ કરવામાં એલ.સી.બી. ટીમને સફળતા મળેલ છે. આ કેસમાં હજુ બે આરોપી શેરૂ કમરૂભાઈ બઘેલ રહે.બડી કદવાલ, સ્કુલ ફળીયુ, તા.જોબટ, જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ), અરવિંદ બદરાભાઇ અમલ્યાર રહે.ગદરાવત, તા.કુકશી, જિ.ધાર (મધ્યપ્રદેશ)ને પકડવા તજવીજ હાથ ધરી રોકડા રૂ.96,000/- તથા એન્ડ્રોઇડ મોબાઈલ.ફોન.નંગ3.કિ.રૂ.12,000.કિ.રૂ.1,08,000/-નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી.પોલીસ ઇન્સ.એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.એસ.આર.ગોહિલ તથા પો.સ.ઇ.એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ.સુ.કે.એમ.પરમાર તથા એ.એસ.આઇ.બહાદુરભાઈ વાળા, યુવરાજસિંહ રાઠોડ તથા હેડ કોન્સ. લીલેશભાઈ બાબરીયા,જયેન્દ્રભાઈ બસીયા,સુરેશભાઈ મેર,તુષારભાઈ પાંચાણી,આદિત્યભાઈ બાબરીયા, કુલદીપભાઈ દેવભડીંગજી તથા પો.કોન્સ.યુવરાજસિંહ વાળા, ભાવિનગીરી ગૌસ્વામી, રમેશભાઈ સીસારા, હરેશભાઈ કુંવારદાસ દ્વારા કરવામાં આવેલ છે.