Homeઅમરેલીદેશની પ્રગતિમાં સહકારી ક્ષેત્ર મોટુ યોગદાન આપશે : શ્રી સંઘાણી

દેશની પ્રગતિમાં સહકારી ક્ષેત્ર મોટુ યોગદાન આપશે : શ્રી સંઘાણી

Published on

spot_img

અમરેલી,
સહકારથી સમૃદ્ધિ, તમામ કો-ઓપરેટિવ્ઝ વચ્ચેનો સહિયારો સહકાર અંતર્ગત પાયાના સ્તરે સહકારી ચળવળને મજબૂત બનાવવા માટે અમરેલી સ્થિત કોલેજ ઓફ ડેરી સાયન્સ(શેડુભાર) ખાતે સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને જિલ્લાકક્ષા સમીક્ષા બેઠક યોજાઇ હતી.
સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ, સહકારથી સમૃદ્ધિ અંતર્ગત અમરેલી ખાતે યોજાયેલ બેઠકમાં જણાવ્યુ કે, રાજ્યની તમામ સહકારી સંસ્થાઓને વધુમાં વધુ મજબૂત બનાવવાનું લક્ષ્ય છે, જિલ્લાની તમામ સહકારી સંસ્થાઓ સહકારી બેંક સાથે જોડાઇ તે માટે સૌનો સહિયારો પ્રયાસ જરુરી છે. સહકારી મંડળીના કોઈ સભાસદ મૃત્યુ પામે તો તેમનું નામ રદ કરવું જરુરી છે. મંત્રીશ્રીએ એકના એક સભાસદો એકથી વધુ મંડળીઓમાં સભાસદ તરીકે સક્રિય હોય તો તેમની યાદી બનાવવા માટે સંબંધિત અધિકારીશ્રીને સૂચના આપી હતી સાથે નવી મંડળીઓની નોંધણી માટેની અરજી સહકાર વિભાગને મોકલી આપવા જણાવ્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં સહકારી ક્ષેત્રને વધુમાં વધુ મજબૂત બનાવવા માટે વર્ષ-2021માં સહકારિતા મંત્રાલયની સ્થાપના કરવામાં આવી છે. આ અંતર્ગત સહકારથી સમૃદ્ધિ પાયલોટ પ્રોજેક્ટ અમલી છે. બેઠકમાં જિલ્લામાં સક્રિય તમામ સહકારી સંસ્થાઓના અગ્રણીશ્રીઓ સાથે રાજ્યકક્ષા સહકાર મંત્રીશ્રીએ વિવિધ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરી હતી. ગુજરાત રાજ્યમાં બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં આ પ્રોજેક્ટને સફળતા મળી રહી છે. ઉપરાંત જિલ્લામાં સહકારથી સમૃદ્ધિ પ્રોજેક્ટ અંતર્ગત તમામ પ્રગતિલક્ષી બાબતોનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.સમગ્ર જિલ્લામાં 404 સેવા સહકારી મંડળીઓ નોંધાઇ છે. બેંક સાથે સંયોજિત સેવા સહકારી મંડળીઓની સંખ્યા 395 છે. જિલ્લા રજિસ્ટ્રાર કચેરીમાં 110 દૂધ મંડળીઓ નોંધાયેલ છે, સભાસદોની સંખ્યા 10,790 છે. જિલ્લામાં 11 એપીએમસી છે. પાયલોટ પ્રોજક્ટ અંતર્ગત અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિ. દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે તે સરાહનીય છે. બેંક ખાતાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, સાથે ડિપોઝીટમાં પણ ઉમેરો થયો છે. બેંક મિત્ર અને માઇક્રો એટીએમની સંખ્યામાં પણ વધારો થયો છે.ખેડૂતો અને પશુપાલકોને રુપે કિસાન ક્રેડિટ કાર્ડ ઉપલબ્ધ કરાવી તેમને ઝીરો ટકા વ્યાજદરે ધિરાણ ઉપલબ્ધ કરાવવું, ખેડૂતો, દૂધ ઉત્પાદકો અને તેમના પરિવારના સભ્યો સહકારી બેંકમાં તેમના બેંક ખાતા ખોલાવે અને સહકારી બેંકો પાસેથી જ તમામ સેવાઓ અને લોન મેળવે, ખેડૂતો અને દૂધ ઉત્પાદકોને ગામની મંડળી ઉપર જ બેન્કિંગ સેવાઓ ઉપલબ્ધ કરાવવું એ પાયલોટ પ્રોજેક્ટનું લક્ષ્યાંક છે. જિલ્લાઓમાં એટીએમ, માઇક્કો એટીએમ, રુપે કિસાન ક્રેડિટ કાર્ડ અને રુપે ડેબિડ કાર્ડ માટેની જરુરિયાતોનું મૂલ્યાંકન કરવામાં આવે. બેંક મિત્ર તરીકે પેક્સ, દૂધ મંડળીઓની નિમણુક કરીને ગ્રામીણ લોકોને પાયાની બેંકિંગ સુવિધા,સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો એકશન પ્લાન આ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સમાવિષ્ટ છે.બેઠકમાં ઇફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણીએ કહ્યુ કે, સહકારી ક્ષેત્રની મજબૂતી દેશની પ્રગતિમાં વિશેષ યોગદાન આપશે સાથે વિકસિત ભારતના સપનાને સાકાર બનાવવા માટે મદદ મળશે. સૌએ સાથે મળીને સહિયારા સહકારથી જિલ્લાના સહકારી ક્ષેત્રને વધુમાં વધુ મજબુત બનાવવા માટે સતત પ્રયાસો કરવા જરુરી છે. સહકારથી સમૃદ્ધિ.તમામ કો-ઓપરેટિવ્ઝ વચ્ચે સહિયારો સહકાર અંતર્ગત જિલ્લાકક્ષા બેઠકમાં આભારવિધિ અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલીયાએ કરી હતી.બેઠકમાં ધારી વિસ્તારના ધારાસભ્ય શ્રી જે.વી.કાકડીયા, રાજુલા-જાફરાબાદ વિસ્તાર ધારાસભ્ય શ્રી હિરાભાઈ સોલંકી, લાઠી-બાબરા વિસ્તાર ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવીયા, ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંકના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ, અમુલ ફેડરેશનના ચેરમેન શ્રી શામળભાઈ પટેલ, પૂર્વ સાંસદ શ્રી નારણભાઈ કાછડિયા, રાજ્ય સહકારી વિભાગ સચિવ શ્રી સંદિપકુમાર, અમરેલી જિલ્લાના સહકારી ક્ષેત્રનાં આગેવાનો શ્રી રશ્ર્વિનભાઇ ડોડીયા, શ્રી ભરતભાઇ ચૌહાણ (અવધ નાગરીક શરાફી સહકારી મંડળી), શ્રી જયંતીભાઇ પાનસુરીયા, શ્રી જીજ્ઞેશભાઇ પટેલ રાજુલા, શ્રી રમણીકભાઇ સોજીત્રા ધારી, શ્રી જીવાજી રાઠોડ, શ્રી હિંમતભાઇ પાનસુરીયા બાબરા, શ્રી દિપકભાઇ માલાણી સાવરકુંડલા, શ્રી વિનુભાઇ રૈયાણી ખાંભા, શ્રી અનિલ વેકરીયા બગસરા, શ્રી રેખાબેન માવદીયા, શ્રી ભાવનાબેન ગોંડલીયા સહિત જિલ્લાભરનાં સહકારી આગેવાનોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહયા હતા.આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લાની ટીમ સહકારનાં મોભી અને અમર ડેરીના ચેરમેન શ્રી અશ્ર્વિન સાવલીયાએ શ્રી દિલીપ સંઘાણીના માર્ગદર્શનમાં સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ખુબ જ જહેમત ઉઠાવી હતી અને સહકાર મંત્રીશ્રી તથા ગુજરાત સહકારી ક્ષેત્રના ટોચના આગેવાનોએ શ્રી અશ્ર્વિન સાવલીયાની વ્યવસ્થા અને તેમના નેતૃત્વને બિરદાવ્યુ

Latest articles

01-09-2024

જીરા ગામે આંતરરાષ્ટ્રીય વિશ્ર્વહિન્દુ પરીષદના અધ્યક્ષશ્રી પ્રવિણભાઈ તોગડીયા

આજરોજ ધારી તાલુકાના જીરા ગામે આંતરરાષ્ટ્રીય વિશ્ર્વહિન્દુ પરીષદના અધ્યક્ષશ્રી પ્રવિણભાઈ તોગડીયા પધારતા તે દરમ્યાન...

હિમાચલની કોંગ્રેસ સરકારે દીકરીઓની લગ્નવય એકવીસની ઠરાવી એને ઈતર રાજ્યો અનુસરશે?

હિમાચલ પ્રદેશની કોંગ્રેસ સરકારે સાત મહિના પહેલાં છોકરીઓનાં લગ્ન 21 વર્ષ પહેલાં ના કરી...

સહકા2ીતા સંવર્ધન કાર્યશાળાને સંબોધતા શ્રી સંઘાણી

અમરેલી, દેશના વિકાસનું પ્રમુખ પીઠબળ કૃષિ અને સહકા2 ને દેશના પ્રવાસન ક્ષેત્ર એવા વિસ્તા2ના વિકાસમા...

Latest News

01-09-2024

જીરા ગામે આંતરરાષ્ટ્રીય વિશ્ર્વહિન્દુ પરીષદના અધ્યક્ષશ્રી પ્રવિણભાઈ તોગડીયા

આજરોજ ધારી તાલુકાના જીરા ગામે આંતરરાષ્ટ્રીય વિશ્ર્વહિન્દુ પરીષદના અધ્યક્ષશ્રી પ્રવિણભાઈ તોગડીયા પધારતા તે દરમ્યાન...

હિમાચલની કોંગ્રેસ સરકારે દીકરીઓની લગ્નવય એકવીસની ઠરાવી એને ઈતર રાજ્યો અનુસરશે?

હિમાચલ પ્રદેશની કોંગ્રેસ સરકારે સાત મહિના પહેલાં છોકરીઓનાં લગ્ન 21 વર્ષ પહેલાં ના કરી...