અમરેલી,
અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ. એમ. પટેલની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન બાતમી હકિકત આધારે રાજુલા તાલુકાના માંડરડી ગામે ધાતરવડી વાળા રોડ તરફ હેઠલી બજારે જાહેરમાં પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા સાત ઇસમોને જુગાર રમતા રોકડ રકમ તથા જુગાર સાહિત્ય સાથે પકડી પાડી, તમામ શખ્સો સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપી જગદીશભાઈ કરશનભાઈ પરમાર, નરેશભાઈ અરજણભાઈ ગોહિલ, ગુણવંતભાઇ નાગજીભાઈ ગોહિલ, રણજીતભાઇ રવજીભાઈ ગોહિલ, હરેશભાઇ હકાભાઈ ચૌહાણ, હરેશભાઈ કાળુભાઇ પરમાર, વિપુલભાઇ રવજીભાઇ પરમારતથા મુદ્દામાલ રાજુલા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ