રાજુલા,
રાજુલા નજીક 74હેક્ટરમાં ફેલાયેલ શિયાળ-સવાઈ ટાપુ નજીકના પીપાવાવ બંદરેથી બોટ દ્વારા સુલભ છે. શિયાળ અને સવાઈ બંને ટાપુઓનો સમાવેશ કરીને, સામૂહિક રીતે શિયાળ-સવાઈ ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. લગભગ 5,000 રહેવાસીઓને સેવા આપતા પીપાવાવ પોર્ટ પરથી બોટ દ્વારા સુલભ, આ ટાપુ પ્રવાસન વિકાસ માટે સંભવિત હોટસ્પોટ છે. તેની પ્રાકૃતિક સુંદરતા અને ઐતિહાસિક મહત્વનો લાભ ઉઠાવીને ટાપુ પર મરીન પાર્ક અને પુરાતત્વીય સંગ્રહાલયની સ્થાપના કરાશે.પીપાવાવ પોર્ટથી દક્ષિણે અને જાફરાબાદ 25 નોટીકલ માઈલ દૂર શિયાળબેટ પર એની પ્રાકૃતિક અને ભૌગોલિક પ્રતિકૂળતાઓને લીધે આજે પણ વીજળી કે માર્ગ વાહનવહારની કોઈજ સુવિધાઓ નથી. ચોમાસાના 4 માસને બાદ કરતા બાકીના 8 માસ આ પ્રજાસમૂહ દરિયાખેડુ તરીકે જાફરાબાદ અને આસપાસના દરિયા વિસ્તારોમાં વિતાવે છે. 98 હેક્ટરમાં ફેલાયેલ શિયાળબેટ ચારે તરફથી અરબી સમુદ્રથી ઘેરાયેલ 5000 જેટલી માનવવસતિવાળો ગુજરાતનો આ એક એવો વિસ્તાર છે જ્યાં માત્ર દરીયાઈ માર્ગે હોડી કે બોટ દ્વારાજ જઈ શકાય છે. આ શિયાળબેટનો પણ આગવો ઈતિહાસ છે.કાઠિયાવાડ ગેઝેટીયર’ કહે છે તેમ ઈ.સ. 1216માં શિયાળ બેટ ચાવડાઓ અને મહેરોને હસ્તક હતો. તે પછી ઈ.સ. 1664 થી 1684 દરમ્યાન જુનાગઢ રાજ્યમાં સરદારખાને અહીં ચુસ્ત બંદોબસ્ત મૂકી ચાવડાઓ મહેરો દ્વારા થતી ચાંચીયાગીરી ખતમ કરી હતી. પરંતુ પોર્ટુગીઝોએ દીવ સર કરત તેમની નજર શિયાળબેટ પર પણ પડી. મુસ્લિમ શાસન દરમ્યાન અહીં સવાઈ પીર અને ગેબનશાહની દરગાહો બની. કાઠિયાવાડ ગેઝેટ તથા ગુજરાત રાજ્ય ગેઝેટ કહે છે તેમ અહીંના જૈન અને હિંદુ મંદિરો ત્યારે અથવા મુસ્લિમોએ તોડી પાડયા હોવા જોઈએ. 7 ફેબ્રુઆરી 1531 ના રોજ પોર્ટુગીઝ નાયક નૂનો દ કુન્હા એ, અહીંના રાજા જયારે બીજે યુધ્ધમાં વ્યસ્ત હતા ત્યારે અહીં ભારે આક્રમણ કરી શિયાળ બેટ જીતી લીધો હતો. ઈ.સ. 1739 માં પોર્ટુગીઝ શાસનનાં પતનની શરૂઆત થતાં પોર્ટુગીઝોએ શિયાળબેટમાં સત્તા વિસ્તારવા માટેનો વિચાર માંડી દીવને બચાવવાં નિર્ણય કર્યો. તે પછી શિયાળ બેટ પર શિયાળ કોમનાં કોળીઓનું વર્ચસ્વ સ્થપાયું. ત્યારથી આજ સુધી અહીં મોટી વસ્તી કોળી સમાજની રહી છે. અહીંના કોળી સમાજમાં આજે પણ શિયાળ અટક સામાન્ય છે.અહીં હિંદુ ભગ્ન મંદિરોના અવશેષો ઠેર ઠેર જોવા મળે છે. શિયાળબેટ ચારે તરફથી અરબી સમુદ્રના ખારાં ઘેરાયેલા હોવા છતાં અહીંના કૂવા અને વાવના પાણી મીઠાં છે. આમ છતાં હવે તો અહીં પણ પીવાના પાણીની તંગી અને પાંખા જંગલને કારણે બળતણની સમસ્યાનો સામનો રહીશો કરી રહ્યા છે. જો કે વરસાદના પાણીનો શિયાળબેટના એક નાના એવા તળાવમાં સંગ્રહ કરવામાં આવે છે. અહીંની થાન વાવમાં પોતાના સ્તુનો માંથી દૂધ ન દઈ શક્તી સ્ત્રીઓ પોતાનું ઉપવસ્ત્ર ઉતારી થાન વાવમાં ઝબોળે તો તેના સ્તનોમાં દૂધ પુન: પ્રાપ્ત થાય છે એવી આસ્થા અહીં પ્રવર્તે છે, જેનો ઉલ્લેખ ગુજરાત ગેઝેટીયર (પાન નં. 62) માં છે. શેઠ શગાળશા અને ચંગાવતી રાણી કે જેણે પ્રભુને રાજી રાખવા પોતાના વહાલસોયા પુત્ર ચેલૈયાનું માથું ખાંડણીયામાં તે સ્થળ એટલે આ જ શિયાળબેટ. આ કરુણાસભર ભક્તિસભર ઘટનાના પુરાવા પથ્થરો રૂપે આજે પણ અહીં મોજુદ છે. જો કે હવે અહીં મંદિરનું નિર્માણકાર્ય શરૂ થયું છે. આ અવશેષો આજે પણા અહીં જોઈ શકાય છે.અહીંનું સ્મશાન ગ્રામજનોએ લોકફાળાથી બનાવ્યું છે. અહીં ગુરુ ગોરખનાથની પૌરાણિક ગુફાનું પણ આગવું મહત્વ પુજારી તરીકે અહીં સેવા આપતા નાથજીબાપુ અહીંનું પુરૂ મહત્વ સમજાવતાં કહે છે કે રૂક્ષ્મણીજીને બંગડીઓ બાંધી ગોરખનાથ અહીં શિયાળબેટ સાધના કરવા આવેલા. તેનું આ સ્થાનક છે. એક નાનકડા ગોખલાથી સહેજ મોટા એવા પ્રવેશને બેસીને પાર કરી ગુફા જેવા મંદિરમાં જઈ શકાય છે.શિયાળબેટની નજીક આવેલા સવાઈપીરની દરગાહ વિશે, તથા દરીયામાં થોડે દૂર આવેલી ભેંસુલાપીરની દુર્ગમ દરગાહ વિશે વિગતે ફરી કયારેક વાત કરીશું.