અમરેલી,
અનામતનાં સંદર્ભમાં ભાજપનાં ધારાસભ્ય શ્રી મહેશ કસવાળાએ જણાવ્યું હતું કે, અનામત સંદર્ભમાં સુપ્રિમ કોર્ટનું અવલોકન છે. નિર્ણય નહીં, સરકાર બંધારણીય રીતે એસસી, એસટી સમાજને મળતી અનામતનું રક્ષણ કરવા કટીબધ્ધ છે. જે રીતે અનામત શબ્દનો ઉપયોગ કરી દેશમાં રાજનીતિથી અરાજકતાનો પ્રયાસ કરવામાં આવે છે તેને અમે વખોડીયે છીએ તેમ શ્રી કસવાળાએ જણાવી વધ્ાુમાં એવું પણ જણાવ્યું કે, સુપ્રિમ કોર્ટે માત્ર અવલોકન કર્યુ છે. દેશમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની સરકાર બંધારણીય રીતે અમલ કરવા પ્રતિબધ્ધ છે પણ પ્રજાને ગેરમાર્ગે દોરવા કોંગ્રેસ મથામણ કરે છે. તૃષ્ટિકરણની રાજનીતિને જનતાએ જવાબ આપી દીધો છે. દેશમાં કૃષિ કાંતિ આવવાની છે. પ્રથમ નેનો યુરિયા, નેનો ડીએપી અંગે રિસર્ચ કરી કૃષિ કાંતિનું નિર્માણ કર્યુ છે. તેનું આ અપમાન કહેવાય. કોંગ્રેસનાં લોકોને તેનો પણ વિરોધ છે. નવી કૃષિક્રાંતિ થઇ રહી છે ત્યારે રાજકીય રોટલા શેકવાનાં પ્રયાસો બધ કરવા જોઇએ. હવે કૃષિ ક્ષેત્રે નવો દસકો શરૂ થયો છે તેમ શ્રી મહેશ કસવાળાએ જણાવ્યું