ગીર સોમનાથ,
ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે તાલાલા-જામવાળા રોડ પર પડી ગયેલ વૃક્ષને કરીને વાહન વ્યવહાર શરૂ કરાયો છે.જિલ્લા માર્ગ એન્ડ મકાન વિભાગ (સ્ટેટ)ના જણાવ્યાં મુજબ, તાલાલા-જામવાળા રોડ પર વરસાદ અને પવનને લઈને વૃક્ષ પડી જતા રસ્તો બંધ થઇ ગયો હતો.જેને અનુલક્ષીને માર્ગ એન્ડ મકાન વિભાગના સ્ટાફ દ્રારા વૃક્ષ હટાવવાની ત્વરિત કામગીરી કરીને વાહન વ્યવહાર શરૂ કરી દેવામાં આવ્યો હતો. ભારે વરસાદની આગાહીના સંદર્ભે જિલ્લાનાં લોકોને બિન જરૂરી મુસાફરી ટાળવા તેમજ સલામત સ્થળે રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો