સાવરકુંડલા,
સાવરકુંડલામાં આવેલી કે.કે.મહેતા સરકારી હોસ્પિટલ માં ઐતિહાસિક સિધ્ધી પ્રાપ્ત કરેલ છે માત્ર 24 કલાકની અંદર આ સરકારીહોસ્પીટલમાં 16 નવજીવન બાળકોને આ સંસારમાં લાવવાનો ગૌરવ મેળવ્યો છે. આ પ્રસૂતિઓમાં 11 સામાન્ય (નોર્મલ) અને 5 સીઝરિયન પ્રસૂતિઓને સમાવેશ થાય છે. તેમજ ચાલુ માસ દરમિયાન કુલ 168 પ્રસૂતિઓ જેમાં 108 સામાન્ય (નોર્મલ) અને 60 સીઝરિયન પ્રસૂતિઓનો સમાવેશ થાય છે. આ નવજાત શિશુઓના હસતાં ચેહરાઓ અને તેમના ખિલખિલાટથી આખો નવજીવન વોર્ડ ખુશીથી ગુંજી ઉઠ્યો હતો. આ તમામ સફળતાઓ પાછળના ડો.કિરણ આહીર અને ડો.વિજય નાકરાણી અને તથા સીઝરિયન પ્રસૂતિમાં એનેસ્થેસ્ટિક ડો.સંધ્યા પટેલે પણ ઉતમ કામગીરી કરેલ છે. તેમજ સહાયક તરીકે હર્ષાબેન પરમાર એનપીએમ તથા તમામ વોર્ડના નર્સિંગ સ્ટાફની નિસ્વાર્થ સેવા અને મહેનતને શ્રેય આપવો જરૂરી બને છે આ ઉપરાંત અત્રેની સરકારી હોસ્પિટલ સાવરકુંડલા ખાતે ગાયનેક વિભાગમાં સ્ત્રી રોગ માટેની તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે જે ગર્ભાવસ્થા દરમિયાન અને પ્રસૂતિ સમયે શ્રેષ્ઠ કાળજીઓ અને સારવાર પૂરું પાડે છે. તેમજ નવજાત શિશુને જન્મની સાથે અપાતાં તમામ વેક્સિન પણ આપવામાં આવે છે.
આ ઉપરાંત કે.કે.મહેતા સરકારી હોસ્પિટલ ખાતે ડો.હરેશ વાળા – જનરલ સર્જન (અઠવાડિયામાં બે દિવસ બુધવાર અને શુક્રવાર), ડો. સંધ્યા પટેલ – એનેસ્થેસ્ટિક, ડો. કૃપાલ શિંગાળા – રેડિયોલોજિસ્ટ (સોનોગ્રાફી તેમજ એક્સ રે ની સેવાઓ) તેમજ ડો.વિવેક તરસરિયા – એમ.ડી.એસ. (દાંત વિભાગ) તેમજ ડો.પુષ્પા ખાણિયા – માનસિક રોગના નિષ્ણાંત તેમજ ડો.હિના પરમાર – સ્કીન સ્પેશ્યલિસ્ટ તેમજ ડો.રાજેન્દ્ર જે. રાવળ – ઓર્થો સર્જન (સી.એમ.સેતુ અંતર્ગત) તેમજ મેડિકલ ઓફિસર દ્વારા સમયસર ઓપીડી તેમજ ઈમરજન્સી (24*7) , સ્ન્ભ , લેબોરેટરી અને એક્સ-રે, ડાયાલીસીસ વિભાગ કાર્યરત છે તમામ સેવાઓ આયુષ્યમાન કાર્ડ અંતર્ગત ઉપલબ્ધ છે.અને આ તમામ સેવાઓનો લાભ વધુમાં વધુ દર્દી નારાયણ ને મળી રહે તેવું આયોજન કરવામાં આવેલ