અમરેલી,
છેલ્લા ત્રણ મહિનાથી અમરેલી જીઆઇડીસીના હલાણ માટે ચાલતો મામલો આજે બીચક્યો છે અને સાંજે તોડફોડ અને ગરમા ગરમી સાથે લાઠી રોડ રેલ્વે ફાટકે લોકો દ્વારા ચક્કાજામ કરી દેવામાં આવતા પોલીસ તંત્ર ઘટના સ્થળે દોડી ગયુ છે અને ચાર કલાકના ચક્કાજામના અંતે ડીવાયએસપી શ્રી ચિરાગ દેસાઇની ટીમે લોકોને ત્યાંથી દુર હટાવી માર્ગ ઉપર વાહન વ્યવહાર પુર્વવત કરાવ્યો છે પણ આ મામલે હજુ વધ્ાુ માથાકુટ ઉભી થાય તેવા સંજોગો પણ દેખાઇ રહયા છે.અમરેલીની જીઆઇડીસીમાંથી કાચો પાકો માલ લાવવા મોકલવા માટે ત્રણ માર્ગ છે એક હનુમાનપરામાંથી એસટી ડેપોએ જતો માર્ગ જ્યાં રેલ્વેનું ગરનાળુ બનતા ભારે વાહનો માટે રસ્તો બંધ છે બીજો જલારામનગર, સત્ય નારાયણ સોસાયટી થઇ અને બાયપાસે નીકળતો માર્ગ જ્યાં 17 સોસાયટીઓ હોય ભારે વાહનો સામે લોકોએ વિરોધ ઉઠાવી વાહનો બંધ કરાવ્યા હતા અને ત્રીજો માર્ગ જે છેલ્લા 60 વર્ષથી લોકો વાપરતા હતા તે વિદ્યાનગર પાસેના રેલ્વે ફાટકે નીકળતો જીઆઇડીસીનો માર્ગ આ માર્ગ ઉપર તે માલીકીનો હોવાનું જણાવી જમીન માલીકે તેમની ઉપર સિમેન્ટના પોલથી ફેન્સીંગ કરી માર્ગ બંધ કર્યો હતો.ત્રણ મહિનાથી આ પરિસ્થિતી ઉભી થતા જીઆઇડીસીના કારખાનેદારો અને વિદ્યાનગરમાં આવેલ 60 જેટલા બ્લોકના રહીશો તથા હનુમાનપરાની 17 સોસાયટીઓના રહીશોનો આ લાઠી રોડને જોડતો માર્ગ બંધ થતા લોકો કોઇ રસ્તો ન નીકળવાને કારણે ત્રાહીમામ પોકારી ગયા હતા. આજે મંગળવારે સાંજે બે હજાર લોકોનું ટોળુ ત્યાં દોડી આવ્યુ હતુ અને ફેન્સીંગ કરી બંધ કરાયેલા માર્ગને હાંકલા પડકારા સાથે ખોલી નાખ્યો હતો અને ફેન્સીંગ માટે વપરાયેલ સિમેન્ટના પોલ, પટ્ટા તોડી નાખી આક્રોષ વ્યક્ત કર્યો હતો અને અવર જવર શરૂ કરી હતી. આ ઘટના પછીની એક કલાકે જમીનના માલીકે જેસીબી સાથે સ્થળ ઉપર આવી પોતાની જમીનમાં જેસીબીથી ઉંડો ખાડો કરી હલાણ બંધ કરતા વિદ્યાનગર, હનુમાનપરા, જીઆઇડીસી સહિતના લોકોનું ટોળુ ત્યાં ઘસી આવ્યુ હતુ અને ત્યાં સુધીમાં જેસીબીથી ઉંડો ખાડો કરી નખાતા આક્રોષ સાથે લોકો લાઠી રોડ રેલ્વે ફાટકે રામધ્ાુન સાથે ચક્કાજામ કરી બેસી ગયા હતા ત્રણ ચાર કલાક સુધી વાહન વ્યવહાર બંધ રહયા બાદ ડીવાયએસપી શ્રી ચિરાગ દેસાઇ દોડી આવ્યા હતા અને તેમણે રોડ ઉપરથી લોકોને હટાવી અને વાહન વ્યવહારને પુર્વવત કરાવ્યો હતો આમ છતા પણ આક્રોષભર્યા લોકોના ટોળા મોડી રાત સુધી રેલ્વે ફાટક નજીક ઉભા રહયા હતા હવે આ મામલો કેવુ સ્વરૂપ ધારણ કરે તે નિશ્ર્ચિત ન હોય સબંધીત જવાબદારો અમરેલીની શાંતિ જોખમાય કે કોઇ અઘટીત કાર્ય ન બને તે માટે આ મામલો ઉકેલે તે જરૂરી છે.