અમરેલી,
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.આર એમ જોશી, ડો. એ કે સિંગ, ડો. આર કે જાટ તથા ડો સાલવી તથા તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર રાજીવકુમારસિંહાના નેતૃત્વ નીચે તથા મેડિકલ ઓફિસર જાળીયા ડોક્ટર અલ્પાબેન ઠક્કર તથા સુપરવાઇઝર શ્રી કે એમ પંચોલી તથા પી.આર.જાલા માર્ગદર્શન તળે જાળીયા ,લાલાવદર અને દેવળીયા ગામે આરોગ્ય કર્મચારીશ્રીઓ દ્વારા ઘરે ઘરે જઈ સર્વે કરી પોરાનાશક કામગીરી કરવામાં આવેલ તથા વરસાદ ના પાણી થી ભરાયેલા નકામા પાત્રો ને ખાલી કરી દૂર કરાવેલ અને પક્ષિઓ માટે રાખેલા કુંડા દિવાળી સુધી ના ભરવા સમજાવેલ,ખુલ્લી ટાંકી મા પોરાભક્ષક માછલી મુકવા સમજાવેલ જેવી વગેરે કામગીરી સાથે સાથે વાહક જન્ય રોગ અંતર્ગત ગ્રામજનોને માર્ગદર્શન આપવામાં આવેલ.આ કામગીરી જાળીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય કર્મચારીશ્રીઓ દ્વારા કરવામાં આવેલ. આ પ્રસંગે ડો. અલ્પાબેન ઠક્કર તથા કે.એમ પંચોલી તમામ કર્મચારીઓ નો આભાર માને છે.