Homeઅમરેલીરાજયમાં ભાજપ સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવતા શ્રી પાટીલ

રાજયમાં ભાજપ સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવતા શ્રી પાટીલ

Published on

spot_img

અમરેલી,
ભારતીય જનતા પાર્ટીનુ સદસ્યતા અભિયાન-2024નો પ્રારંભ ગઇકાલે વૈશ્વીક નેતા અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી નવી દિલ્હી ખાતેથી કરાવ્યો હતો. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએે ગઇકાલે પ્રાથમિક સદસ્યતા પ્રાપ્ત કર્યા પછી જણાવ્યું હતુ કે, દેશમા ભારતીય જનતા પાર્ટી જ એક માત્ર એવી પાર્ટી છે જે પક્ષના બંઘારણ મુજબ અક્ષરશ: લોકતાંત્રિક પ્રક્રિયાનુ પાલન કરી કાર્યકર્તાઓનો વિસ્તાર કરી રહી છે. આજ રોજ ગુજરાત રાજય ખાતે સદસ્યતા અભિયાનનો પ્રાંરભ કેન્દ્રીય જળશક્તિ મંત્રી તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલને સદસ્યતા અપાવી કર્યો. આ કાર્યક્રમમા પ્રદેશના સંગઠનમહામંત્રીશ્રી રત્નાકરજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ પંડિત દિન દયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ, બોડકદેવ, અમદાવાદ ખાતે યોજાયો હતો. સદસ્યતા અભિયાનના કાર્યક્રમમા પુર્વ મુખ્યમંત્રી તેમજ પુર્વ નાયબ મુખ્યમંત્રી, પ્રદેશના હોદ્દેદારશ્રીઓ, સાંસદશ્રીઓ,ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પ્રમુખશ્રીઓ, મેયરશ્ર અનેડે.મેયરશ્રીઓ સહિતના પદાધિકારીશ્રીઓને નવેસરથી સદસ્યતા મેળવી. સરપંચ થી લઇ સાંસદ સુધીના તમામ જનપ્રતિનિઘીશ્રીઓ આવતીકાલ 12 વાગ્યા સુધીમા 100 અન્ય લોકોને પ્રાથમિક સભ્ય તેમની લીંક પરથી બનાવશે.આ કાર્યક્રમમા સદસ્યતા અભિયાનના ઇન્ચાર્જશ્રી કે.સી.પટેલે પ્રાસંગીક સંબોધન કરી કેવી રીતે વધુમા વધુ લોકોને ભારતીય જનતા પાર્ટી સાથે જોડવા તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી.શ્રી પાટીલજીએ વધુમા જણાવ્યું કે, આગામી 15 અને 16 તારીખે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી વિવિધ કાર્યક્રમમા ઉપસ્થિત રહેવાના છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા પછી પહેલી વખત ગુજરાત પઘારી રહ્યા હોય ત્યારે વૈશ્વીક નેતા અને લોકલાડિલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનુ ભવ્ય સ્વાગત કરી સંગઠનની એકતા બતાવવાનો પ્રયાસ કરીશું. પ્રાથમિક સભ્યો અને પેજ સમિતિના સભ્યો વચ્ચેના તફાવત અંગે પણ વિસ્તૃત માહિતી આપી હતી. લોકસભા અને વિઘાનસભામા 33 ટકા અનામતનો લાભ મળવાનો છે ત્યારે મહિલાઓ પણ સંગઠનમા 33 ટકાના ભાગીદાર બને અને અંદાજે 66 લાખ જેટલા સભ્યો મહિલાઓ બને તેવો પ્રયાસ કરવામા આવે. તેમ શ્રી પાટીલે જણાવ્યું

Latest articles

ઘોરીની સલાહથી આતંકવાદીઓના પીઠ્ઠુઓના ભારતમાં ટ્રેનોને ઉથલાવવા માટે ઉધામા

છેલ્લા કેટલાક સમયથી દેશમાં રેલવેના ટ્રેક પર સિમેન્ટના બ્લોક કે મોટા પથ્થરો મૂકવાની ઘટનાઓ...

રાજુલા પો.સ્ટે.નાં બળાત્કારના ગુનાના આરોપીને ઝડપી લીધો

રાજુલા, રાજુલા પો.સ્ટે.માં ગુ.ર.નં.11193050240368/2024 ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 64(2)(એચ), 64(2)(એમ), 115(2), 54, 352, 351(3) મુજબના...

રાજુલા પો.સ્ટે.ના અપહરણ પોકસોના ગુનામાં નાસતા ફરતા આરોપીને ભોગ બનનાર સાથે ઝડપી લીધો

અમરેલી, રાજુલા પો.સ્ટે.માં ગુ.ર.નં.11193050230559/2023 આઇ.પી.સી. કલમ 363,366 તથા પોક્સો એક્ટ કલમ 18 મુજબના ગુન્હાના કામનો...

સ્વચ્છતા હી સેવા અભિયાનમાં લોકો જોડાય : શ્રી અજય દહિયા

અમરેલી, સ્વચ્છતા હી સેવા, સેવા સેતુ કાર્યક્રમ અને એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત...

Latest News