ડેડાણ,
ડેડાણ ગ્રામ પંચાયતના કર્મચારીઓને સાત સાત મહિનાથી પગાર નહીં થતાં તમામ કર્મચારીઓ આજે હડતાલ ઉપર ઉતરી જતાં પંચાયતનો વહીવટ ઠપ્પ થયો હતો. અને જેમાં પાણી પુરવઠો અને સ્ટ્રીટ લાઇટ બંધ થતાં ડેડાણ ગામ રામભરોસે હોય તેવું લાગી રહ્યું છે. તો સતાધીશોને આવી જણકારી નહીં હોય તેવું લોક મુખે ચર્ચાઇ રહ્યુ છે. હાલ બજાર બોર્ડ અને પંચાયત કચેરીને તાળા લાગ્યા છે. જેથી સતાધીશોની મેલી મુરાદ હોય તેવું લાગી રહ્યાનું ગ્રામજનોમાં ચર્ચાનો વિષય બન્યો