અમરેલી,
અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ.એમ. પટેલની રાહબરી હેઠળ એલ.બી.ટીમ ધારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન ધારી પો.સ્ટે. ગુ.ર.નં. 11193018240 376/2024, બી.એન.એસ. કલમ 303(2), 54 મુજબ ગુનાના નાસતા ફરતા ભુપતભાઈ જગુભાઇ વાળાને ચોરીના બે મોટર સાયકલ સાથે પકડી પાડી, 2 મોટર સાયકલ ચોરીઓનો ભેદ ઉકેલવામાં એલ.સી.બી. ટીમને સફળતા છે.આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા હેડ કોન્સ. આદિત્યભાઈ બાબરીયા તથા પો.કોન્સ. ભાવિનગીરી ગૌસ્વામી, અશોકભાઈ સોલંકી દ્વારા કરવામાં આવેલ