અમરેલી,
અમરેલીનાં રાજસ્થળી ગામે સવા વર્ષનાં બાળકને દાદીમાએ બચકા ભરી આડેધડ માર મારતા બાળકનું મોત થયું હતું. નવતર પ્રકારનાં આ ગંભીર બનાવની વિગતો એવા પ્રકારની છે કે, ગઇ કાલે સાંજે પોતાના ઘરમાં સાડા ચારથી પાંચ વાગ્યાનાં સુમારે એક વર્ષ અને બે મહિનાનું બાળક અલી રજાક રડતુ હોય તેને શાંત કરવાનો પ્રયાસ કરવા છતા તે શાંત ન થતા તેના દાદીમા કુલસનબેને તેને શાંત કરવા ખુબ જ પ્રયત્ન કરેલો પરંતુ તે રડવાનું બંધ ન કરતા અને તેને ખુબ ગુસ્સો આવી જતા પૌત્ર અલીરજાકનાં જમણા ગાલ ઉપર તથા જમણી આંખથી ઉપર કપાળનાં ભાગે તથા હાથે અને પગે જોરથી બચકા ભરેલા અને મોઢાના ભાગે તથા બંને જાંગનાં ભાગે અને હાથમાં ઝાપટો અને મુંઢમાર મારેલ હોવાથી બાળકનું મૃત્યુ થયું હતું. સર્વ પ્રથમ તો આ બનાવ અંગે અકસ્માતે મોતની જાહેરાત હુસેનભાઇ બચુભાઇ સૈયદે પોલીસમાં આપી હતી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી અલે.કે.સોઢાતરે આ અકસ્માતતે મોતની તપાસ કરતા તેમા મરનાર બાળકનાં શરીર ઉપર ઇજાઓ હોય જેથી તેના મૃતદેહનું ડોક્ટરની પેનલથી પોસ્ટમોટમ કરવવા સહિતની કાર્યવાહી કરી હતી અને અકસ્માતે મોતની જાહેરાત આપનાર આ પરિવારનાં સભ્યોનાં નિવેદનો મેળવવા પુછપરછ કરતા ઉપરોક્ત વિગતો ખુલતા પીએસઆઇ શ્રી સોઢાતરે ફરિયાદી બની આરોપી કુલસનબેન હુસેનભાઇ સૈયદ સામે હત્યાનો ગુનો નોંધાવ્યો હતો. આ બનાવ અંગે રૂરલ પીએસઆઇ શ્રી એમ.કે.બારોટે તપાસ હાથ ધરી