અમરેલી,
મહાન શિક્ષણવિદ્ અને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ “ભારતરત્ન’ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતી “શિક્ષક દિવસ’ ની દેશવ્યાપી ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાત રાજય સરકાર શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા અને તાલુકા કક્ષા શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહનું આયોજન દરેક જિલ્લામાં કરવામાં આવ્યુ હતુ ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈવેકરિયાના અધ્યક્ષસ્થાને અમરેલી સ્થિત શ્રીમતી શાંતાબેન ગજેરા સંકુલ ખાતે યોજાયેલા અમરેલી જિલ્લાકક્ષા શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહમાં જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. શ્રેષ્ઠ શિક્ષકો વિદ્યાર્થીઓને કઠપૂતળસ, સંગીત અને ટેક્નોલોજીના માધ્યમથી શિક્ષણ આપીને બાળકોનું સર્વાંગીય ઘડતર કરવામાં મદદરુપ થાય છે.શિક્ષકશ્રીઓનું પણ પારિતોષિક આપીને સન્માન કરવામાં આવ્યુ હતુ. જ્ઞાન સાધના સ્કોલરશીપ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યુ કે, આજનો દરેક વિદ્યાર્થી ભારતનું ઉજ્જવળ ભવિષ્ય છે. આપણા શિક્ષકો હળવેકથી કાન આમળીને પ્રેમથી બાળકોનું ઘડતર કરે છે. જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાએ જણાવ્યુ કે, વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવા માટે દરેક શિક્ષકની મહત્વની ભૂમિકા હોય છે. આ તબક્કે પારિતોષિક વિજેતા શિક્ષકો અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને તેમણે અભિનંદન પાઠવ્યા હતા.જિલ્લાકક્ષા શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યા, નગર શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી તુષારભાઈ જોષી, શ્રીમતી શાંતાબેન ગજેરા સંકુલ અમરેલીના નિયામક શ્રી વલ્લભભાઈ રામાણી, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ગોહિલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી મિયાણી, બી.આર.સી અને સી.આર.સી શ્રી, અધિકારીશ્રી, પદાધિકારીશ્રીઓ, શિક્ષકશ્રીઓ અને વિદ્યાર્થીઓ સહિતના ઉપસ્થિત રહ્યા