Homeઅમરેલીઓનલાઈન વેજીટેબલ ઓર્ડર આપ્યા પછી નોન વેજ ડિલિવરી આવે તો ઘરમાં કોને...

ઓનલાઈન વેજીટેબલ ઓર્ડર આપ્યા પછી નોન વેજ ડિલિવરી આવે તો ઘરમાં કોને ખબર પડે?

Published on

spot_img

પ્રદૂષણને લઈને આ વર્ષે ધમાકેદાર-સ્ફોટક અને પર્યાવરણને નુકસાન પહોંચાડતા ફટાકડા વેચવા પર પ્રતિબંધ છે, તેથી જે ફટાકડાઓ ફોડવાની છૂટ છે, તે ફટાકડા ફોડવાની આજથી જ શરૂઆત થઈ ગઈ છે અને ફટાકડાના માન્ય વિક્રેતાઓને ત્યાં ભીડ પણ જોવા મળી રહી છે. પ્રદૂષણની ચિન્તા હવે દેશવ્યાપી બની છે અને નાસાની તસ્વીરોમાં ઉત્તરભારતના રાજ્યો પર છેક બંગાળ સુધી ધૂમાડો જોવા મળ્યો હોય, તો તે સમગ્ર દેશ માટે ખતરાની ઘંટડી છે અને ફટાકડાના કારણે થતાં પ્રાસંગિક હવાઈ અને ધ્વનિ પ્રદૂષણની સાથે સાથે આપણા જીવન સાથે વણાઈ ગયેલી પ્રદૂષણ ઉત્પન્ન કરતી ઘણી બધી હરકતો પર પણ અંકુશ લાવવો જરૂરી છે તેમ નથી લાગતું ?
આપણે ત્યાં લગ્ન પ્રસંગોમાં ફટાકડા ફોડવાનો રિવાજ છે, અને કેટલાક ધાર્મિક પ્રસંગો, ઉજવણીઓ અને સરકારી-પ્રાઈવેટ મેળાવડાઓ, ઉજવણીઓ, કાર્યક્રમો સમયે પણ ઘણી વખત ફટાકડા ફૂટતા હોય છે. આ ફટાકડા પણ માન્ય માપદંડોના જ હોય, તે જરૂરી છે, પરંતુ તેની ચકાસણી માટે કોઈ ચોક્કસ મિકેનિઝમના અભાવે આ પ્રકારના નિયંત્રણોનો અમલ જ અધકચરો થતો હોય છે.
દ્વારકા જેવા યાત્રાધામોમાં દરરોજ ધ્વજારોહણ કે અન્ય પ્રકારના ઉત્સવો સમયે કાયમી ધોરણે ફટાકડા ફૂટતા હોય છે, અને તેમાં પણ યોગ્ય માપદંડો સાથે પ્રદૂષણ ન ફેેલાવે, તેનું ધ્યાન રખાતું હોય છે, પરંતુ તેની ચકાસણી કે માપદંડો-નિયમનોનું ઉલ્લંઘન થાય, ત્યારે જરૂરી પગલાં લેવા માટે કોઈ સ્થાયી મિકેનિઝમ હોતું નથી, તેથી ત્યાં પણ હવાઈ પ્રદૂષણ વધી જતું હશે, ખરું ને ?
હવાઈ પ્રદૂષણ જેવી જ સમસ્યા ધ્વનિ પ્રદૂષણની પણ છે. ધાર્મિક, સામાજિક, પારિવારિક ઉત્સવો, પ્રસંગો, ઉજવણીઓ કે નવા જમાનાની પાર્ટીઓમાં ઊંચા અવાજે ડી.જે. વગાડીને અને શોર-બકોર કરીને ધ્વનિ પ્રદૂષણ ફેલાવવાય દરેકે દૂર રહેવું જરૃરી છે અને તે માટે પણ ચોક્કસ માપદંડો અને નિયમો છે, પરંતુ તેની અમલવારી, ચકાસણી કે કાર્યવાહી માટે પણ કોઈ ચોક્કસ મિકેનિઝમ સક્રિય હોય તેમ જણાતું નથી.
પ્રદૂષણ, મિશ્ર હવામાન અને ગ્લોબલ વોર્મિંગ વગેરેના કારણે બીમારીઓ પણ વધી રહી છે અને તહેવારો ટાણે હોસ્પિટલો-દવાખાના હાઉસફૂલ છે, આ વખતે દિવાળીના તહેવારોમાં ઘણાં બધા ખાનગી ડોકટરો પણ ફેમિલી સાથે ટૂરમાં બહાર જવાના હોવાથી ઘણાં બધા દવાખાના, હોસ્પિટલો વગેરે મહદ્અંશે બંધ રહે, તેવી શકયતા ખરી અને સરકારી કચેરીઓમાં પણ મીનીવેકેશન પડવાનું છે, તેથી તહેવારોના આ સમયગાળામાં જ વધી રહેલી બીમારીઓમાંથી કોઈ રોગચાળો ફેલાઈ જાય નહીં, તેની તકેદારી તંત્રોએ, સરકારોએ અને જનતાએ પણ રાખવી જ પડશે, તે ઉપરાંત આકસ્મિક અને માનવસર્જિત બીમારીઓ સામે પણ સાવધાન રહેવું પડશે. ખાસ કરીને ખાણી-પીણીમાં સૌથી વધુ તકેદારી રાખવી પડે તેમ છે ખરું કે નહીં ?
હમણાંથી ’નકલી’ નું પ્રમાણ વધ્યું છે અને બનાવટી, ભેળસેળયુકત પદાર્થોનું વેચાણ વધી રહ્યું છે. કયાંક ભોજનમાંથી વંદો નીકળે છે તો કયાંક ઓનલાઈન વેજીટેરિયન ફૂડનો ઓર્ડર આપેલો હોય તેમ છતાં નોનવેઈઝ ફૂડ મોકલી દઈને ઘોર બેદરકારી દાખવવામાં આવે છે. ઘણી વખત વાસી ખોરાક ધાબડી દેવામાં આવે છે, તો ઘણી વખત કાચોને પાકો ખોરાક પણ પીરસી દેવાતો હોય છે.
તંત્રો ભલે ચેકીંગ માટે દોડાદોડી કરતા હોય અને નમૂના લેતા હોય, પરંતુ ભેળસેળ કે અખાદ્ય ચીજોનું વેચાણ નિયંત્રણમાં આવી રહ્યા નથી, અને તેની પાછળના કારણો સૌ કોઈ જાણે જ છે, અને ’ઓપન સિક્રેટ’ તંત્ર વાહકો અને શાસકો પણ જાણતા જ હોય છે, પરંતુ કાં તો આંખ આડા કાન કરવામાં આવતા હશે, અથવા તો સ્નેહીજનો કે મળતીયાઓની સહભાગિતા જવાબદાર હશે, તેવું અનુમાન થઈ શકે ખરું…!
અમદાવાદમાં નકલી ફરસાણ, મીઠાઈ, દૂધ, માવા, ઘી, મરી-મસાલાનું વેચાણ થતું પકડાઈ રહ્યું છે, ત્યારે ત્યાંથી આવી બુમ પણ સંભાળાઈ રહી છે કે તંત્રો બરાબર દિવાળીના બે-પાંચ દિવસ આડા હોય, ત્યારે જ સૌથી વધુ સક્રિયતા દાખવે છે, તે માત્ર નાટક છે, કારણ કે તંત્રો દ્વારા શંકાસ્પદ અખાદ્ય ચીજ-વસ્તુઓના નમુના લઈને લેબમાં મોકલાય, અને ત્યાંથી બે અઠવાડિયે રિપોર્ટ આવે, ત્યાં આ પ્રકારની ચીજવસ્તુઓ વેચાઈ જતી હોય છે, અથવા યેન-કેન, પ્રકારેણ માર્કેટમાં પગ કરી જતી હોય છે, અને આ બધા કારસા કોની કોની મિલિભગતથી રચાય છે, તે પણ ઓપન સિક્રેટ જ છે ને ? તેથી હવે જનતાએ પોતે જ સતત જાગૃત રહેવું પડે તેમ છે.
અમદાવાદ જેવા મેટ્રોપોલિટન સિટીમાં આ પ્રકારના અખાદ્ય ચીજોના નમૂના લઈને સ્થળ પર જ પરીક્ષણ કરવા માટે ફૂડ સેફટી ઓન વ્હીલ્સનો ઉપયોગ પણ નહીંવત થતો હોવાની રાવ ઉઠી રહી છે, તેથી પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરવામાં સંબંધિત તંત્રોના સ્થાનિક કર્મીઓની પણ સક્રિય મિલિભગત હોવાની આશંકાઓ પણ વ્યકત થતી હોય છે.
આ તમામ પડકારો વચ્ચે આપણે દીપોત્સવી પર્વ તો ખૂબ જ ઉમંગથી ઉજવવાનું જ છે, બસ… પ્રદૂષણ ફેલાય નહીં, તેની કાળજી રાખવાની છે… તબિયત જાળવવા મારે ગમે ત્યાં, ગમે તે અને ગમે તેવી રીતે ઝાપટવાનું નથી, ખાવા-પીવા અને હરવા-ફરવામાં એટલું ધ્યાન રાખવાનું છે કે આપણી કે આપણા પરિવારજનો-સ્નેહીજનની તબિયત ન બગડે… ભેળસેળિયાઓ ફાવી ન જાય…. નફાખોરીનો ભોગ ન બની જવાય…. રાઈટ?

Latest articles

14-11-2024

હિમાચલ પ્રદેશ અદભુત અને પરમ રમણીય છે પરંતુ સરકાર એ સૌન્દર્ય જાળવી શકશે નહિ

હિમાચલ સરકારની ફરિયાદ પર કેન્દ્રીય ટીમ ’પાણીમાં તિરાડ’ શોધવા આવી હતી. આ વખતે ભારે...

જુનાસાવર શેત્રુજી નદી કાંઠે 9.11 કરોડના ખર્ચે પૂર સંરક્ષણ દિવાલ બનશે

અમરેલી, અમરેલી જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે ત્યારે સાવરકુંડલા લીલીયા પંથકમાં ખારાપાટ વિસ્તારોમાં ચોમાસામાં વ્યાપક...

બગસરામાં ધોળા દિવસે મામલતદારનું બાઇક ચોરાયુંં

બગસરા, બગસરામાં કાયદો અને વ્યવસ્થા કથળી તેવું લાગી રહ્યું છે ત્યારે તાજેતરમાં જ બગસરા મામલતદાર...

Latest News

14-11-2024

હિમાચલ પ્રદેશ અદભુત અને પરમ રમણીય છે પરંતુ સરકાર એ સૌન્દર્ય જાળવી શકશે નહિ

હિમાચલ સરકારની ફરિયાદ પર કેન્દ્રીય ટીમ ’પાણીમાં તિરાડ’ શોધવા આવી હતી. આ વખતે ભારે...

જુનાસાવર શેત્રુજી નદી કાંઠે 9.11 કરોડના ખર્ચે પૂર સંરક્ષણ દિવાલ બનશે

અમરેલી, અમરેલી જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે ત્યારે સાવરકુંડલા લીલીયા પંથકમાં ખારાપાટ વિસ્તારોમાં ચોમાસામાં વ્યાપક...