અમરેલી,
સાવરકુંડલા તાલુકાના શેલણા ગામે આવેલ તળાવમાં ઠવી ગામનો યુવક શેલણા ગામે પોતાના ફોઈને ઘેરે આવેલો અને લગભગ બપોરના ત્રણ વાગ્યાની આસપાસ તળાવમાં નાહવા પડતા ડૂબી ગયો આ ઘટનાને પગલે શેલણા ગામના મોટી સંખ્યામાં લોકો તળાવને કાંઠે પહોંચ્યા સ્થાનિક તરવૈયાઓ એ આ ડુબેલા કિશોરને બહાર કાઢવા માટેની કોશિશ કરી પરંતુ સફળતા મળતા તાત્કાલિક અમરેલી ફાયર બ્રિગેડને જાણ કરતા અમરેલી ફાયર ફાઈટર ની ટીમ શેલણા ગામે તળાવે પહોંચી હતી અને એકાદ કલાકની મહેનત બાદ આ ડૂબી ગયેલા યુવક વિક્રમ જયસુખભાઈ કુકાવા ને બહાર કાઢ્યો હતો ઘટના સ્થળે સાવરકુંડલા મામલતદાર ની ટીમ તેમજ વંડા પોલીસની ટીમ પહોંચી ગઈ હતી આ વિક્રમ નામના મૃતદેહને વંડા સરકારી હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો અને જ્યાં તેમનું પીએમ કરાયું હતું આ નાનકડા પરિવાર ની અંદર શોક નું મોજુ ફરી મળ્યુ હતું